સરફરાઝે ખોલ્યું દિલ, કહ્યું- મેં ભલે 62 રન બનાવ્યા પરંતુ આ ગુજરાતી ખેલાડી છે અસલી ગેમ ચેન્જર…

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે આજથી રાજકોટ ખાતે ત્રીજી ટેસ્ટ મેચની શરૂઆત થઈ છે. આ ટેસ્ટ મેચનો પ્રથમ દિવસ હાલમાં પૂર્ણ થયો છે. ભારત અને ઇંગ્લેન્ડ બંને ટીમોના તમામ ખેલાડીઓ દ્વારા પ્રથમ મેચ દરમિયાન દબાણ બનાવવાના ઘણા પ્રયત્નો કરવામાં આવ્યા હતા. બંને ટીમોએ ઘણું સારું પ્રદર્શન કર્યું છે. પ્રથમ દિવસ બાદ સરફરાઝે એક મહત્વનું નિવેદન પણ આપ્યું છે.

સમગ્ર મેચની વાત કરીએ તો ભારતીય કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. આવી સ્થિતિમાં ભારતીય ખેલાડીઓ પ્રથમ બેટિંગ કરતા જોવા મળ્યા હતા. ગીલ, યશસ્વી અને રજત પાટીદાર જેવા ખેલાડીઓ શરૂઆતમાં બેટિંગ કરવામાં નિષ્ફળ રહ્યા પરંતુ સરફરાઝે જબરદસ્ત બેટિંગ કરી હતી. તેણે આજે 62 રન બનાવ્યા હતા છતાં પણ તેણે મેચ બાદ પોતાને નહીં પરંતુ આ ગુજરાતી ખેલાડીને ગેમ ચેન્જર ગણાવ્યો છે.

સરફરાઝે ઇન્ટરવ્યૂ દરમિયાન જણાવ્યું હતું કે મેં ભલે આજે 62 રન બનાવ્યા પરંતુ આ ગુજરાતી ખેલાડી ગેમ ચેન્જર છે. તેના કારણે જ ભારતીય ટીમ આજે ટકી શકી છે. આ ઉપરાંત હું તેના કારણે જ 62 રન બનાવી શક્યો છું. તેણે આજે મને ઘણો સાથ આપ્યો છે. જ્યારે વિકેટ પડી રહી હતી ત્યારે તેણે છેલ્લે સુધી રમવાનું નક્કી કર્યું હતું. તો ચાલો આપણે જાણીએ કે આ ખેલાડી કોણ છે.

તમને જણાવી દઈએ કે સરફરાઝે ઇન્ટરવ્યૂ દરમિયાન રવિન્દ્ર જાડેજાના ખૂબ વખાણ કર્યા હતા. તેણે જણાવ્યું હતું કે જ્યારે ધડાધડ વિકેટો જઈ રહી હતી ત્યારે જાડેજાએ સાથ આપ્યો હતો. આજે તેણે ઘણી સારી બેટિંગ કરી છે. તેણે 110 રન બનાવ્યા છે જેમાં 7 ફોર અને 2 સિક્સર ફટકારી છે. આ ઉપરાંત તે હજુ પણ રમી રહ્યો છે. તેની સદીના કારણે ભારતીય ટીમ 326 રન સુધી પહોંચી છે.

સરફરાઝે વધુમાં જણાવ્યું કે રવિન્દ્ર જાડેજા ઉપરાંત રોહિતે પણ ઘણી સારી બેટીંગ કરી છે. તે આઉટ થયો પરંતુ તેની બેટિંગમાં ઘણો દમ દેખાયો હતો. તે પણ ઘણા મોટા રેકોર્ડ બનાવી શકે છે. આ બંને ખેલાડીઓ આજે ઘણી સારી બેટીંગ કરતા જોવા મળ્યા છે. હવે આગામી સમયમાં અન્ય ઘણા ખેલાડીઓ પણ સારું પ્રદર્શન કરી શકે છે અને જીત અપાવી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *