સરફરાઝ ખાન અને રજત પાટીદારની થશે એન્ટ્રી, બીજી ટેસ્ટ મેચમાં આવી કંઈક રહેશે ભારતીય ટીમ…

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે હાલમાં હૈદરાબાદ ખાતે પાંચ મેચોની ટેસ્ટ સિરીઝની પ્રથમ ટેસ્ટ મેચ રમાઈ હતી. જેમાં ભારતીય ટીમને 28 રનને હારનો સામનો કરવો પડ્યો હતો. જે બાદ ભારતીય ટીમને વધુ બે મોટા ઝટકા લાગ્યા છે. ઓલરાઉન્ડર ખેલાડી રવિન્દ્ર જાડેજા અને કે એલ રાહુલ થયા હોવાના કારણે બીજી ટેસ્ટ મેચ માંથી બહાર થઈ ચૂક્યા છે.

આવી સ્થિતિમાં ભારતીય ટીમમાં સરફરાઝ ખાન, સૌરભ કુમાર અને વોશિંગ્ટન સુંદર અને ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે. તમને જણાવી દઈએ કે 2013 બાદ માત્ર ચોથી વખત એવું બન્યું છે કે ભારતીય ટીમ ઘર આંગણે ટેસ્ટ મેચ હારી હોય. આવી સ્થિતિમાં હવે રોહિત શર્મા બીજી ટેસ્ટ મેચમાં કોઈપણ પ્રકારનું રિસ્ક લેવા માંગશે નહીં.

બીજી ટેસ્ટ મેચની વાત કરીએ તો ઓપનિંગ બેટ્સમેન તરીકે રોહિત શર્મા યશસ્વી જયસ્વાલને ટીમમાં સ્થાન આપશે. રોહિત અને યશસ્વીની ઓપનિંગ જોડીએ ભારતીય ટીમ માટે પ્રથમ ટેસ્ટ મેચમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. તે બંને સારી શરૂઆત આપવામાં સફળ રહ્યા હતા. નંબર ત્રણ પર શુભમન ગીલને ફરી એક વખત સ્થાન આપવામાં આવશે.

ત્યારબાદ મિડલ ઓર્ડરની વાત કરવામાં આવે તો સરફરાઝ ખાનને ટીમમાં સ્થાન મળી શકે છે. તે છેલ્લા ઘણા સમયથી ડોમેસ્ટિક ક્રિકેટમાં શાનદાર પ્રદર્શન કરતો આવ્યો છે. નંબર ચાર પર વિરાટ કોહલી અને કેએલ રાહુલની ગેરહાજરીમાં તે શાનદાર પ્રદર્શન કરી ભારતીય ટીમમાં પોતાનું સ્થાન બનાવી શકે છે. આ સિવાય નંબર પાંચ પર શ્રેયસ ઐયરને તક મળશે તે નિશ્ચિત છે.

ત્યારબાદ જો વાત કરવામાં આવે તો વધુ એક ખેલાડીને ડેબ્યૂ કરવાની તક મળી શકે છે. આ ખેલાડી રજત પાટીદાર છે. રજત પાટીદારે પણ છેલ્લા ઘણા સમયથી ડોમેસ્ટિક ક્રિકેટમાં શાનદાર પ્રદશન કર્યું છે. આવી સ્થિતિમાં તેને ભારતીય ટીમમાં સ્થાન મળી શકે છે. ત્યારબાદ વિકેટકીપર બેટ્સમેન તરીકે કેએસ ભરતને ટીમમાં સ્થાન મળશે.

ઓલરાઉન્ડર ખેલાડીઓની વાત કરીએ તો અક્ષર પટેલ અને રવિચંદ્રન અશ્વિનને ટીમમાં સ્થાન મળશે. જ્યારે સ્પીન બોલર તરીકે કુલદીપ યાદવને ટીમમાં સામેલ કરવામાં આવી શકે છે. જ્યારે એક જ ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહ સાથે રોહિત શર્મા બીજી ટેસ્ટ મેચમાં મેદાને ઉતરી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *