સંજુ સેમસનની થશે એન્ટ્રી, રિષભ પંત નહીં પરંતુ હાર્દિક આ ધાતક ખેલાડીને કરશે ટીમમાંથી બહાર…

આવતીકાલે ભારતીય ટીમ ન્યૂઝીલેન્ડ સામે ત્રીજી ટી-20 મેચ મેક્લીન પાર્ક સ્ટેડિયમ ખાતે રમવાની છે. આ મેચ બંને ટીમો માટે ખૂબ જ મહત્વની છે. ભારતીય ટીમ ત્રીજી મેચ જીતીને સમગ્ર સિરીઝ જીતી શકે છે. ત્રણ મેચોની આ સિરીઝની પ્રથમ મેચ રદ થઇ હતી. ત્યારબાદ બીજી મેચ ગઇકાલે રમાઇ હતી. જેમાં ભારતે જીત મેળવી છે. હવે આવતીકાલે જીત મેળવીને સમગ્ર સિરીઝ જીતી શકે છે.

ભારતીય કેપ્ટન હાર્દિક પંડ્યા ન્યૂઝીલેન્ડ પ્રવાસ પર સફળ સાબિત થયો છે. તે એક કેપ્ટન તરીકે ઘણા યુવા ખેલાડીઓને સ્થાન આપતો જોવા મળ્યો છે. બીજી મેચમાં ભારતને જીત મળી છતાં પણ તેણે બદલાવો કરવાના સંકેતો આપ્યા છે. તે ત્રીજી મેચમાં જીત મેળવવા માટે અનુભવી બેટ્સમેન સંજુ સેમસનને સામેલ કરવા ઇચ્છે છે. જેથી ખરાબ ફોર્મમાં ચાલી રહેલ આ ખેલાડીને બહાર કરશે.

હાર્દિક પંડ્યા સ્ટાર બેટ્સમેન સંજુ સેમસનને સામેલ કરવા માટે આ ખેલાડીને બહારનો રસ્તો બતાવી શકે છે. બીજી મેચમાં તેને મહત્વની તક આપવામાં આવી પરંતુ તે નિષ્ફળ સાબિત થયો છે. હાર્દિક ત્રીજી મેચમાં જીત મેળવવા કોઇક કસર છોડવા ઇચ્છશે નહીં. તે કોઇ ખેલાડી પર દયા રાખશે નહીં. તેથી તેને બહાર કરવામાં આવશે. તો ચાલો જાણીએ આ ખેલાડી કોણ છે.

તમને જણાવી દઇએ કે હાર્દિક પંડ્યા સંજુ સેમસનને સામેલ કરવા માટે વોશિંગ્ટન સુંદરને બહાર કરી શકે છે. તે બોલિંગ અને બેટિંગ બંનેમાં નિષ્ફળ રહ્યો હતો. ભારતીય ટીમ પાસે પહેલેથી જ દીપક હુડા જેવો સ્ટાર ઓલ રાઉન્ડર છે. જેથી બોલિંગ લાઇન મજબૂત છે. આવા કારણોસર સંજુ સેમસનને સ્થાન મળી શકે છે. સુંદરની નિષ્ફળતાના કારણે ભારતીય ટીમને આગામી મેચમાં હાર પણ મળી શકે છે. જેથી તને અત્યારથી જ બહાર કરવામાં આવશે.

વોશિંગ્ટન સુંદર બીજી મેચમાં ખાતું ખોલાવી શક્યો નહોતો. આ ઉપરાંત બોલીંગમાં 2 ઓવરમાં તેણે 24 રન આપ્યા હતા. તે મોંઘો બોલર સાબિત થયો હતો. આવા કારણોસર હવે તેને બહાર કરવામાં આવશે. તેને ઓલરાઉન્ડર તરીકે મહત્વની તક આપવામાં આવી પરંતુ તે સફળ રહ્યો નહીં. જેથી હવે તેને બહાર કરવામાં આવશે અને સંજુ સેમસનને સ્થાન આપવામાં આવશે. આ મોટો બદલાવ કરવો ખૂબ જરૂરી છે.

આવતીકાલે ન્યૂઝીલેન્ડ સામેની ટી-20 સિરીઝની પૂર્ણાહુતિ થશે. ત્યારબાદ શિખર ધવનની આગેવાની હેઠળ ભારતીય ટીમ ન્યુઝીલેન્ડ સામે ત્રણ મેચોની વન-ડે સિરીઝ રમવાની છે. બીસીસીઆઇ દ્વારા વન-ડે સિરીઝમાં પણ ઘણા યુવા ખેલાડીઓને સ્થાન આપવામાં આવ્યું છે. તેઓ ફરી એક વખત સફળ સાબિત થઇ શકે છે. ત્યારબાદ ભારતીય ટીમ બાંગ્લાદેશ પ્રવાસ પર જવાની છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *