સંજુ-કુલદીપની થઇ એન્ટ્રી, રોહિતે મેચના 4 કલાક પહેલા જણાવી પ્લેઇંગ 11, જાણો કોણ થશે બહાર…

હાલમાં ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે બીજી મેચ રમાઈ હતી. જેમાં ભારતે 6 વિકેટે જીત મેળવી છે. આ પહેલા રમાયેલ પ્રથમ મેચમાં પણ ભારતીય ટીમે જીત મેળવી હતી. હવે ત્રીજી અને છેલ્લી મેચ 17 જાન્યુઆરી રોજ રમાવાની છે. આ છેલ્લી મેચ યુવા ખેલાડીઓ માટે ખૂબ જ મહત્વપૂર્ણ રહેવાની છે. આ મેચ બાબતે હાલમાં એક અન્ય મહત્વપૂર્ણ જાહેરાતો પણ કરવામાં આવી છે.

રોહિત શર્મા સહીત તમામ ખેલાડીઓ હાલમાં બેંગ્લોર ખાતે પહોંચી ચૂક્યા છે અને પ્રેક્ટિસ કરતા જોવા મળ્યા છે. હવે ત્રીજી મેચમાં વર્લ્ડકપને ધ્યાનમાં રાખીને નવા ચહેરાઓને તક આપવામાં આવશે તેવું નક્કી થયું છે. હાલમાં જ તેણે ખેલાડીઓ વિશે ઘણી માહિતી જણાવી છે. તો ચાલો આપણે ટીમ પર એક નજર કરીએ અને જાણીએ કે કોને કોને સ્થાન આપવામાં આવી શકે છે અને કોને બહાર કરવામાં આવી શકે છે.

સૌપ્રથમ ઓપનિંગ જોડીની વાત કરીએ તો રોહિત શર્મા અને યશસ્વી જયસ્વાલ ફરી એક વખત ઓપનિંગ કરતા જોવા મળશે. આ બંને ખેલાડીઓને અત્યારથી જ વર્લ્ડ કપ માટે તૈયાર કરવામાં આવશે. બીજી તરફ વિરાટ કોહલી નંબર 3 પર બેટિંગ કરતો જોવા મળશે. તે પણ હાલમાં ટી-20 ફોર્મેટમાં પોતાના ફોર્મમાં વાપસી કરવાના પ્રયત્નો કરતો જોવા મળ્યો છે. જેથી તેના માટે આ મેચ મહત્વની રહેશે.

મધ્યમ ક્રમની વાત કરીએ તો શિવમ દુબેને ઓલ રાઉન્ડર તરીકે નંબર 4 પર મેદાને ઉતારવામાં આવશે. જીતેશ શર્માને બહાર કરીને તેના સ્થાને સંજુ સેમસનને છેલ્લી મેચમાં વિકેટકીપર બેટ્સમેન તરીકે નંબર 5 પર તક આપવામાં આવશે. આ ઉપરાંત રીન્કુ સિંહને ફિનિશર તરીકે નંબર 6 પર મેદાને ઉતારવામાં આવશે. ત્યારબાદ ઓલ રાઉન્ડર અક્ષર પટેલ નંબર 7 પર મેદાને ઉતરશે.

બોલિંગ લાઈનની વાત કરીએ તો અર્શદીપ સિંહ અને મુકેશ કુમારને ફાસ્ટ બોલર તરીકે સ્થાન આપવામાં આવશે. આ ઉપરાંત સ્પીન બોલર તરીકે રવિ બીષ્ણોઈ અને કુલદીપ યાદવને સ્થાન આપવામાં આવશે. આ બંને ખેલાડીઓ ફરી એક વખત ધમાલ મચાવશે. આવી સ્થિતિમાં વોશિંગ્ટન સુંદરને બહાર બેસવું પડી શકે છે. રોહિત શર્મા આવતીકાલે આ બદલાવો સાથે મેદાને જોવા મળશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *