સચિને કહ્યું- યશસ્વીએ ભલે 209 બનાવ્યા પરંતુ આ ખેલાડી છે ભવિષ્યનો સુપર સ્ટાર, એકલા હાથે જીતાડશે વર્લ્ડ કપ…

ભારતીય ક્રિકેટ ટીમ છેલ્લો ઘણા સમયથી ઇંગ્લેન્ડ સામે પાંચ મેચોની ટેસ્ટ સીરીઝ રમી રહી છે. આ સિરીઝની બીજી ટેસ્ટ મેચ હાલમાં વિશાખાપટ્ટનમ ખાતે રમાઈ રહી છે. આ મેચના પ્રથમ ત્રણેય દિવસો તાજેતરમાં પૂર્ણ થયા છે. ભારતીય ટીમના ઘણા ખેલાડીઓ આ મેચમાં ધારદાર પ્રદર્શન કરતા જોવા મળ્યા હતા. ત્રણ દિવસ પૂર્ણ થયા બાદ સચિને હાલમાં એક મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે.

બીજી ટેસ્ટ મેચની ટૂંકમાં ચર્ચા કરીએ તો પ્રથમ દાવ બાદ ભારત પાસે 143 રનની મોટી લીડ હતી. ત્યારબાદ ભારતે 255 રન બનાવ્યા હતા.જેથી ઇંગ્લેન્ડની ટીમને 399 રનનો ટાર્ગેટ મળ્યો છે. આ મેચમાં યશસ્વીએ 209 રન બનાવ્યા હતા. તે ગેમ ચેન્જર સાબિત થયો હતો. તેના કારણે ઘણો મોટો સ્કોર બન્યો હતો છતાં પણ સચિને યશસ્વીના નહીં પરંતુ આ ખેલાડીને ખૂબ જ વખાણ કર્યા હતા.

સચિને ઇન્ટરવ્યૂ દરમિયાન જણાવ્યું હતું કે યશસ્વીએ ભલે 209 રન બનાવ્યા પરંતુ આ ખેલાડી ભવિષ્યનો સુપરસ્ટાર બનશે.તે એકલા હાથે વર્લ્ડ કપ જીતાડી શકે છે. મુશ્કેલીના સમયમાં તેણે આજે ઘણું સારું પ્રદર્શન કર્યું છે. આ એક અગત્યની રમત ગણી શકાય છે. તેનામાં પહેલેથી ઘણી અન્ય આવડતો પણ રહેલી છે. તો ચાલો આપણે જાણીએ કે આ ભારતીય સ્ટાર ખેલાડી કોણ છે.

તમને જણાવી દઈએ કે સચિને તાજેતરમાં શુભમન ગિલના વખાણ કર્યા છે. તેણે જણાવ્યું હતું કે ગિલે આજે 104 રન બનાવીને ઘણી મદદ કરી છે. દબાણવાળી સ્થિતિમાં તેણે ઘણી સારી બેટિંગ કરી છે. રોહિત અને શ્રેયસ જેવા તમામ ખેલાડીઓ નિષ્ફળ રહ્યા પરંતુ ગિલે છેલ્લે સુધી રમત રમવાનું નક્કી કર્યું હતું. તેની સદીના કારણે ભારતીય ટીમ આ મેચમાં હજુ સુધી ટકી શકી છે. ફરી એક વખત તેણે પોતાનું બળ બતાવ્યું છે.

સચિને વધુમાં જણાવ્યું કે ગિલ ગયા વર્ષે ઘણી સદી ફટકારતો જોવા મળ્યો હતો. ત્યારબાદ ખરાબ ફોર્મમાં હતો પરંતુ ટીમે તેને સાથ આપ્યો તે સારું ગણી શકાય છે. પુજારા બાદ હવે તે આગામી સમયમાં કાયમી સ્થાન મેળવશે તેવું લાગી રહ્યું છે. નંબર ત્રણ પર બેટિંગ કરવી તે ખૂબ અઘરી છે. ભારતીય ટીમની બેટિંગ લાઇન ફરી એક વખત ચેન્જ થયેલી જોવા મળી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *