સચિને કહ્યું- શુભમન ગિલની કંઇ ભૂલ નથી, ખરેખર આ 2 ભારતીય ખેલાડીઓ બન્યા હારનું કારણ…
ભારતીય ટીમને તાજેતરમાં ઓસ્ટ્રેલિયા સામેની વર્લ્ડકપની ફાઈનલ મેચમાં શરમજનક હારનો સામનો કરવો પડ્યો છે. અમદાવાદ ખાતે રમાયેલ આ મેચમાં શરૂઆતથી કટોકટીની સ્થિતિ જોવા મળી હતી પરંતુ ક્ષણે ઓસ્ટ્રેલિયાની ટીમે ઘાતક પ્રદર્શન કર્યું હતું અને ભારતીય ટીમને કારમી હાર મળી હતી. મેચ પૂર્ણ થયા બાદ હાલમાં ભારતીય પૂર્વ ક્રિકેટર સચીને આ બાબતે એક મહત્વનું નિવેદન આપ્યું છે.
ફાઇનલ મેચમાં આપણે જોયું હતું કે ભારતીય ટીમે પ્રથમ બેટિંગ કરતી વખતે 240 રનનો સ્કોર બનાવ્યો હતો. ત્યારબાદ ઓસ્ટ્રેલિયન ટીમે 43 ઓવરમાં ટાર્ગેટ પૂર્ણ કર્યો હતો. આ મેચમાં ભારતીય સ્ટાર બેટ્સમેન શુભમન ગિલ માત્ર 4 રન બનાવીને થયો હતો. તેના કારણે ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો છતાં પણ હાલમાં ગિલને નહીં પરંતુ આ ખેલાડીઓને હાલનું કારણ ગણાવ્યા છે.
સચિને તાજેતરમાં ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે ગિલની કોઈ ભૂલ નથી. શરૂઆતમાં ઓસ્ટ્રેલિયન ટીમના બોલરો શાનદાર પ્રદર્શન કરી રહ્યા હતા. બીજી તરફ ઓપનિંગ જોડીમાં મહત્વની મેચમાં નુકસાન થાય તે સ્વાભાવિક છે પરંતુ ત્યારબાદ આ બે ખેલાડીઓ ખૂબ જ ખરાબ પ્રદર્શન કરતા જોવા મળ્યા હતા. તેઓના કારણે હાર મળી છે. તો ચાલો આપણે જાણીએ કે ખેલાડીઓ કોણ કોણ છે.
તમને જણાવી દઈએ કે સચિન તેંડુલકરે તાજેતરમાં સૌપ્રથમ સૂર્યકુમાર યાદવની બેટિંગ વિશે ઘણી વાતો કહી છે. તેણે જણાવ્યું છે કે સૂર્ય કુમારને ફિનીશર તરીકેનું સ્થાન આપવામાં આવ્યું પરંતુ તે પોતાની યોગ્ય સાબિત કરી શક્યો નહીં. તેણે 28 બોલમાં માત્ર 18 રન બનાવ્યા હતા. તેનું રમવું ખૂબ જરૂરી હતું. તેના કારણે ઘણો મોટો સ્કોર બને તેમ હતો પરંતુ તેવું થયું નથી.
આ ઉપરાંત સચિને મોહમ્મદ સિરાજની બોલીંગ વિશે પણ ઘણી વાતો કરી છે. તેણે જણાવ્યું હતું કે સિરાજ આ મેચમાં પણ ઘણો મોંઘો સાબિત થયો છે. તેની પાસે વિકેટની આશા હતી પરંતુ મિડલ ઓવરોમાં તે વિકેટ અપાવી શક્યો નહીં. આ વર્લ્ડ કપમાં તે કંઈક ખાસ કમાલ કરી શક્યો નથી. જેથી ફાઈનલ મેચમાં પણ હારનો સામનો કરવો પડ્યો છે.