23 મીટરનો રોકેટ થ્રો કરી રિયાન પરાગે કોહલીને કર્યો રન આઉટ… – જુઓ વીડિયો

રાજસ્થાન રોયલ્સે આઈપીએલ 2021ની 43 મી મેચમાં મેચ જીતવા માટે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને 150 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જોકે, આરસીબીના કેપ્ટન વિરાટ કોહલી અને દેવદત્ત પડિક્કલે પ્રથમ પાંચ ઓવરમાં 48 રન બનાવીને ટીમને શાનદાર શરૂઆત અપાવી હતી.

ટીમને શાનદાર શરૂઆત આપ્યા બાદ દેવદત્ત પડિક્કલ આઉટ થઈ ગયો હતો, અને થોડા સમય બાદ વિરાટ કોહલી પણ કમનસીબે રન આઉટ થઈ પેવેલિયન ભેગો થઈ ગયો. આઉટ થતા પહેલા વિરાટે 20 બોલમાં 25 રનની ઇનિંગ રમી હતી. આ દરમિયાન તે શાનદાર લયમાં જોવા મળ્યો હતો. પરંતુ રિયાન પરાગના શાનદાર થ્રોએ તેની ઇનિંગનો અંત લાવ્યો હતો.

જે ઓવરમાં વિરાટ રન આઉટ થયો હતો, તે પહેલા રિયાન પરાગે ક્રિસ મોરિસના બોલ પર તેનો કેચ છોડી દીધો હતો અને એવું લાગતું હતું કે કદાચ વિરાટ આ જીવાદોરીનો ફાયદો ઉઠાવશે પરંતુ આગલી જ બોલ પર તેણે ફરીથી પરાગ તરફ શોર્ટ માર્યો હતો.

પરાગને શોર્ટ રોકવામાં અસફળ જોઈને વિરાટે એક રન ચોરવાનો વિચાર કર્યો હતો. આ દરમિયાન, વિરાટ પરાગને જોતો રહ્યો પણ પરાગે ચિત્તાની જેમ ચપળતા બતાવીને 30 યાર્ડના સર્કલ માંથી 23 મીટરનો રોકેટ થ્રો સીધો સ્ટમ્પ પર મારતા વિરાટ કોહલી રન આઉટ થયો હતો.

આ રનઆઉટનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. રિયાન પરાગના આ જબરજસ્ત રન આઉટે મેચમાં રાજસ્થાન રોયલ્સની વાપસી કરાવી હતી. જો કે, અંતે મેચનો નિર્ણય રોયલ ચેલેન્જર્સ બેંગલોરના પક્ષમાં ગયો હતો.

જુઓ વીડિયો :-

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *