ઘાતક ફોર્મમાં ચાલી રહેલો આ ખેલાડી કાપશે હાર્દિક પંડ્યાનું પત્તું…
ટી 20 વર્લ્ડકપ 2021 ની ધમાકેદાર શરૂઆત થઇ ગઇ છે. આજે ભારત પોતાની બીજી પ્રેક્ટિસ મેચ ઓસ્ટ્રેલિયા સામે રમશે. ત્યારબાદ ટી 20 વર્લ્ડકપમાં ભારત 24 ઓકટોબરના રોજ પાકિસ્તાન સામે દુબઈમાં મેચ રમી પોતાના અભિયાનની શરૂઆત કરશે.
ઇંગ્લેન્ડ સામેની પ્રથમ પ્રેક્ટિસ મેચ બાદ વિરાટ કોહલી કોમ્બિનેશનને લઇને અટવાયેલો છે. એવામાં આજે ભારત પોતાની બીજી પ્રેક્ટિસ મેચ ઓસ્ટ્રેલિયા સામે રમશે. આ મેચ બાદ કોહલીની તફલીક વધી જશે કારણ કે બીજી પ્રથમ પ્રેક્ટિસમાં એવા ખેલાડીઓ રમશે જે પહેલી પ્રેક્ટિસ મેચમાં નહોતા રમ્યા.
પ્રથમ પ્રેક્ટિસ મેચમાં હાર્દિક પંડ્યાએ 10 બોલમાં 12 રન બનાવ્યા હતા. આવી સ્થિતિમાં હાર્દિક પંડ્યાનું પત્તું ટીમમાંથી કપાઇ શકે છે કારણ કે ઓસ્ટ્રેલિયા સામેની બીજી પ્રેક્ટિસ મેચમાં હાર્દિક પંડ્યાની સાથે શાર્દુલ ઠાકુર પણ રમતો જોવા મળશે. જો આ મેચમાં હાર્દિક પંડ્યા કરતા શાર્દુલ ઠાકુર સારું પ્રદર્શન કરશે. તો હાર્દિક પંડ્યાનું પત્તું કપાશે.
તમને જણાવી દઇએ કે, શાર્દુલ ઠાકુર એક મોટો ગેમ ચેન્જર છે. તેને આઇપીએલ 2021ની ફાઇનલ મેચ એક ઓવરમાં પલટી નાંખી હતી. જ્યારે તેણે વેંકટેશ ઐયર અને નીતીશ રાણાને એક જ ઓવરમાં આઉટ કરી બે વિકેટ પોતાના નામે કરી હતી. આ મેચમાં તેણે 38 રન આપી 3 વિકેટ ઝડપી હતી.
હાર્દિક પંડ્યાએ વર્ષ 2019માં પીઠની સર્જરી કરાવી હતી. ત્યાર પછી તેણે ભારત અને આઇપીએલ ફ્રેન્ચાઇઝી મુંબઇ ઇન્ડિયન્સ માટે બોલિંગ કરી નથી. તેથી બીસીસીઆઈએ તેને ફિનિશરની જવાબદારી સોંપી ટીમમાં સ્થાન આપ્યું છે. પરંતુ ક્રિકેટ નિષ્ણાંતોનું માનવું છે કે જો તે બોલિંગ ન કરી શકે તો તેને ટીમમાં સ્થાન મળવું જોઈએ નહીં.
હાર્દિક પંડ્યાને એક બેટિંગ ઓલરાઉન્ડર તરીકે ટીમમાં પસંદ કરવામાં આવ્યો છે. પરંતુ જો તે ટુર્નામેન્ટ દરમિયાન બોલિંગ નહીં કરે અને ભારતીય ટીમને તેની જરૂર હશે તો તેના સ્થાને શાર્દુલ ઠાકોરને ટીમમાં સામેલ કરી શકાય છે.