અશ્વિનની ફીરકીમાં ફસાયો જો રૂટ, એવી રીતે આઉટ થયો કે તમારી આંખો થશે પહોળી…- જુઓ વિડિયો

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે છેલ્લા ઘણા સમયથી ઘર આંગણે પાંચ મેચોની ટેસ્ટ સીરીઝ રમાઇ રહી છે. આ સિરીઝની બીજી મેચ હાલમાં વિશાખાપટ્ટનમ ખાતે રમાઈ રહી છે. આ બીજી મેચના પ્રથમ ત્રણે દિવસો પૂર્ણ થયા છે અને આજે ચોથો દિવસ રમાય રહ્યો છે. બંને ટીમો હજુ પણ આ મેચમાં કટોકટીમાં આગળ વધી રહી છે. બીજી તરફ હાલમાં અશ્વિને એક મોટું કારનામુ પણ કર્યું છે.

બીજી મેચની શરૂઆતમાં આપણે જોયું હતું કે પ્રથમ દાવ બાદ ભારત પાસે 143 રનની મોટી લીડ હતી. ત્યારબાદ ભારતે બીજા દાવમાં 255 રન બનાવ્યા હતા. જેથી ઇંગ્લેન્ડને મેચ જીતવા 399 રનનો ટાર્ગેટ મળ્યો છે. આજે ચોથા દિવસે ભારતીય ટીમના ઘણા ખેલાડીઓ ઘાતક પ્રદર્શન કરતા જોવા મળ્યા હતા. જેમાં અશ્વિને પણ પોતાનું મહત્વનું યોગદાન આપ્યું છે. હાલમાં જ તેણે જો રૂટને પણ આઉટ કર્યો છે.

અશ્વિનની ફિરકીમાં ફરી એક વખત જો રૂટ ફસાયો હોય તેવું કહી શકાય છે. હાલમાં તે પીચ પર સેટ થયો હતો. તેણે 10 બોલમાં 16 રન બનાવ્યા હતા પરંતુ તે લાંબા સમય સુધી ટકી શક્યો નહીં. અશ્વિનની જાદુઈ સ્પીન બોલિંગમાં તે કેચ આઉટ થયો છે. અશ્વિનની બોલિંગ સામે તે હાલમાં મુશ્કેલી અનુભવતો જોવા મળ્યો હતો.આવી હાલતમાં તેણે કેચ ઉછાળ્યો હતો. હાલમાં આ વિડીયો વાયરલ થઇ રહ્યો છે.

અશ્વિન ફરી એક વખત જો રૂટની વિકેટ લેવામાં સફળ રહ્યો છે. તેનો આ વિડીયો સોશિયલ મીડિયા પર ઘણો વાયરલ પણ થઈ રહ્યો છે. તે ફરી એક વખત ચમક્યો છે. આ ઉપરાંત અન્ય ઘણા રેકોર્ડ પણ બનાવ્યા છે. ભારત માટે તે ફરી એક વખત મહત્વનો સાબિત થયો છે. તો ચાલો આપણે પણ તેના આ વિડીયો પર એક નજર કરી અને વીડિયો જોઈએ.

જુઓ વિડિયો:-

https://twitter.com/Cr7_Sid30/status/1754373253127430393?t=-7KqjMbvYyubKrOOaAYoKQ&s=19

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *