રોહિત આ ખેલાડી પર નહીં રાખે દયા! ત્રીજી વન-ડે મેચમાંથી કરશે બહાર…
ભારતીય ટીમે વેસ્ટ ઇન્ડીઝ સામે ત્રણ મેચોની વન-ડે સિરીઝમાં પ્રથમ બંને મેચો જીતીને આ સિરીઝમાં 2-0ની સરસાઇ મેળવી લીધી છે. વનડે સિરીઝ પૂર્ણ થયા બાદ વેસ્ટ ઇન્ડીઝ સામે ત્રણ મેચોની ટી-20 સિરીઝ પણ રમાવાની છે. સાઉથ આફ્રિકા પ્રવાસ દરમિયાન મળેલી હાર બાદ ભારતીય ટીમ વેસ્ટ ઇન્ડીઝ સામેની બંને સિરીઝ જીતવા પ્રયત્ન કરી રહી છે.
વિરાટ કોહલીને કેપ્ટન પદેથી હટાવ્યા બાદ રોહિત શર્માને કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. રોહિત શર્માએ કેપ્ટનશીપ સંભાળ્યા બાદ ભારતીય ટીમ એક પણ વાર વન-ડે મેચ હારી નથી. વેસ્ટ ઇન્ડીઝ સામેની ત્રીજી વન-ડે મેચમાં ભારતીય કેપ્ટન રોહિત શર્મા મોટા બદલાવ કરીને એક મજબૂત પ્લેઇંગ ઇલેવન સાથે મેદાનમાં ઉતરી શકે છે.
છેલ્લા ઘણા સમયથી ભારતીય ટીમમાં મોટી ખળભળાટ જોવા મળી છે. ખરાબ ફોર્મમાં ચાલી રહેલા ખેલાડીઓને બહાર કરવામાં આવ્યા છે. આજે એક એવા ખેલાડી ની વાત કરીએ કે જે છેલ્લા ઘણા સમયથી ખરાબ ફોર્મમાં ચાલી રહ્યો છે. રોહિત શર્મા હવે આ ખેલાડી પર દયા રાખશે નહીં. તેને ત્રીજી વન-ડે મેચમાં બહાર કરવામાં આવશે. તો ચાલો જાણીએ આ ખેલાડી કોણ છે.
તમને જણાવી દઇએ કે વેસ્ટ ઇન્ડીઝ સામેની બંને વન-ડે મેચમાં રિષભ પંત કંઇ ખાસ પ્રદર્શન કરી શક્યો નથી. પ્રથમ વન-ડે મેચમાં 11 રન અને બીજી વન-ડે મેચમાં 18 રન બનાવ્યા હતા. બીજી વન-ડે મેચમાં આ ખેલાડી પર વિશ્વાસ રાખીને રોહિત શર્મા દ્વારા તેને ઓપનર તરીકે ટીમમાં સ્થાન આપ્યું હતું. પરંતુ તે માત્ર 18 રન બનાવીને આઉટ થયો હતો.
રિષભ પંત છેલ્લા ઘણા સમયથી આંતરરાષ્ટ્રીય મેચોમાં ફ્લોપ સાબિત થયો છે. રિષભ પંતને મોટી ઇનિંગ રમવા માટે ઓપનિંગ ખેલાડી તરીકે તક આપવામાં આવી હતી, પરંતુ તે નિષ્ફળ રહ્યો. આવી સ્થિતિમાં ત્રીજી વન-ડે મેચમાં તેના સ્થાને શિખર ધવનને તક આપવામાં આવશે. વેસ્ટ ઇન્ડીઝ સામેની ત્રીજી વન-ડે મેચમાં રિષભ પંત બહાર થઇ શકે છે.
વેસ્ટ ઇન્ડીઝ સામેની ત્રીજી વન-ડે મેચમાં રિષભ પંત બહાર રહેશે તો તેના સ્થાને કેએલ રાહુલ વિકેટકીપરની તમામ જવાબદારી સંભાળશે. ભારતીય ટીમ સિરીઝની અંતિમ મેચ જીતીને સમગ્ર સિરીઝ પર વ્હાઇટવોશ કરવા ઇચ્છે છે. વન-ડે સિરીઝ બાદ ભારતીય ટીમ 16 ફેબ્રુઆરીથી કોલકાતાના ઇડન ગાર્ડન ખાતે વેસ્ટ ઇન્ડીઝ સામે ત્રણ મેચોની ટી-20 સિરીઝ પણ રમવાની છે.