હાર બાદ રોહિત કરશે આ 2 બદલાવો, જાણો કોણ થશે IN અને કોણ થશે OUT…

ભારતીય ક્રિકેટ ટીમ હાલમાં રોહિત શર્માની આગેવાની હેઠળ હૈદરાબાદ ખાતે પ્રથમ ટેસ્ટ મેચ રમતી જોવા મળી હતી. ઇંગ્લેન્ડ સામેની આ મેચમાં ભારતીય ટીમને શરમજનક હારનો સામનો કરવો પડ્યો છે. ભારતીય ટીમે જીતેલી મેચમાં કારમી હાર મેળવી છે. આ એક ખરાબ બાબત પણ ગણી શકાય છે. રોહિત શર્માએ મેચ બાદ ઘણા આંકડા નિવેદનો પણ આપ્યા હતા.

પ્રથમ ટેસ્ટ મેચની ટૂંકમાં ચર્ચા કરીએ તો ભારતીય ટીમે પ્રથમ દાવ બાદ 190 રનની મોટી લીડ મેળવી હતી પરંતુ બીજા દાવમાં નિષ્ફળતાના કારણે ભારતીય ટીમ 231 રનનો ટાર્ગેટ પણ પૂર્ણ કરી શકી નહીં. જેથી હાર મળી છે. આ મેચમાં ભારતીય ટીમના ઘણા ખેલાડીઓ સારા ફોર્મમાં હતા પરંતુ અમુક ખેલાડીઓની ભૂલના કારણે ભારતના હાર મળી છે. આવી સ્થિતિમાં રોહિત આ તમામ ખેલાડીઓને બહાર કરશે તેવું જણાવ્યું છે.

રોહિતે ઇન્ટરવ્યૂ દરમિયાન જણાવ્યું હતું કે પ્રથમ મેચમાં ઘણી ભૂલો કરવામાં આવી હતી. આ બંને ખેલાડીઓ સંપૂર્ણપણે નિષ્ફળ સાબિત થયા છે. તેઓની નિષ્ફળતાના કારણે અન્ય ખેલાડીઓને પણ નુકસાન થયું હતું. આવી સ્થિતિમાં હવે તેઓને બહાર પણ કરવામાં આવી શકે છે. તેઓના સ્થાને નવા ખેલાડીઓને મેદાને ઉતારવામાં આવશે. તો ચાલો જાણીએ કોને બહાર કરવામાં આવશે અને કોને સ્થાન આપવામાં આવશે.

સૌપ્રથમ વાત કરીએ તો ભારતીય સ્ટાર બેટ્સમેન શુભમન ગીલ હવે બહાર થઈ શકે છે. નંબર 3 પર બેટિંગ કરીને તેણે પ્રથમ દાવમાં 66 બોલમાં 23 રન બનાવ્યા હતા અને બીજા દાવમાં તે ખાતું પણ ખોલાવી શક્યો નહોતો. આવી સ્થિતિમાં હવે તેને બહારનો રસ્તો બતાવવામાં આવશે અને તેના સ્થાને વિરાટ કોહલીને મેદાને ઉતરવામાં આવશે. તે ટૂંક સમયમાં જ એન્ટ્રી કરી શકે છે.

આ ઉપરાંત ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજને બહાર કરવામાં આવી શકે છે. સિરાજ હાલમાં વિકેટ લેવામાં ઘણી નિષ્ફળતા બતાવતો જોવા મળ્યો છે. પ્રથમ ટેસ્ટ મેચના બંને દાવમાંથી એક પણ વિકેટ લઈ શક્યો નથી. આ એક ખરાબ બાબત ગણી શકાય છે. આવી સ્થિતિમાં તેને બહાર કરીને આવેશ ખાનને તક આપવામાં આવી શકે છે. આ બે મોટા બદલાવ સાથે રોહિત શર્મા મેદાને જોવા મળશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *