રોહિતના સ્થાને વન-ડે સિરીઝમાં આ ઘાતક ખેલાડી કરશે રાહુલની સાથે ઓપનિંગ…

ભારતીય ટીમે સાઉથ આફ્રિકા સામે તાજેતરમાં પ્રથમ ટેસ્ટ મેચમાં ભવ્ય વિજય મેળવ્યો છે. ત્રણ મેચની ટેસ્ટ સીરીઝ પૂર્ણ થયા બાદ 19 જાન્યુઆરીથી વનડે સિરીઝની શરૂઆત થશે. બીસીસીઆઇ દ્વારા 30 ડિસેમ્બરના રોજ આફ્રિકા સામેની વનડે સિરીઝ માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે.

આફ્રિકા પ્રવાસ પહેલા ઓપનિંગ બેટ્સમેન રોહિત શર્મા ઇજાગ્રસ્ત થયો હતો અને આ સિરિઝમાંથી પણ બહાર રહ્યો છે. આવી સ્થિતિમાં આફ્રિકા સામેની વનડે સિરીઝમાં કેએલ રાહુલને કેપ્ટન બનાવવામાં આવ્યો છે. જસપ્રીત બુમરાહને વાઇસ કેપ્ટન બનાવવામાં આવ્યો છે. ઘણા યુવા ખેલાડીઓને આ સિરીઝમાં તક આપવામાં આવી છે.

ભારતીય બેટ્સમેન રોહિત શર્મા ઇજાને કારણે બહાર થયા પછી તેની જગ્યા કોણ લેશે આ ચર્ચા ઘણા લાંબા સમયથી ચાલી રહી હતી. આવી સ્થિતિમાં આ ઘાતક ખેલાડી તેનું સ્થાન લઇ શકે છે. છેલ્લા ઘણા સમયથી આ ખેલાડીને ટીમમાં સ્થાન મળ્યું નહોતું. પરંતુ આફ્રિકા સામેની વનડે સિરીઝમાં આ ખેલાડીને તક આપવામાં આવી છે.

તમને જણાવી દઇએ કે આ ખેલાડી શિખર ધવન છે. શિખર ધવનની ટીમમાં વાપસી થયા બાદ હવે તે ઓપનિંગ બેટ્સમેન તરીકે રોહિત શર્માનું સ્થાન લઇ શકે છે. કેએલ રાહુલની સાથે આ ખેલાડી વનડે સિરીઝમાં ઓપનિંગ તરીકે સફળ સાબિત થઇ શકે છે. શિખર ધવન ભારત માટે ત્રણેય ફોર્મેટમાં રમનાર ખેલાડી છે. ભારતીય ટીમમાં ગબ્બરના નામે જાણીતો આ ખેલાડી તબાહી મચાવી શકે છે.

શિખર ધવન તેની ઘાતક બેટિંગ માટે વિશ્વભરમાં પ્રખ્યાત છે. તે એક વાર લયમાં આવ્યા પછી કોઇપણ બોલિંગ ઓર્ડરને તોડી શકે છે. ભારતીય ઓપનર બેટ્સમેન શિખર ધવનને લાંબા સમયથી ભારતીય ટીમમાં સ્થાન મળી રહ્યું નહોતું. તાજેતરમાં આફ્રિકા સામેની વન-ડે સિરીઝમાં તેને તક આપવામાં આવી છે.

આફ્રિકા સામેની વનડે સિરીઝમાં શિખર ધવન ઉપરાંત ભુવનેશ્વર કુમાર, શાર્દુલ ઠાકુર, પ્રસિદ્ધ કૃષ્ણા, સૂર્યકુમાર યાદવ, યુજવેન્દ્ર ચહલ, રવિચંદ્રન અશ્વિન, ઉમેશ યાદવ જેવા ખેલાડીઓને પણ સામેલ કરવામાં આવ્યા છે. આ તકનો લાભ ઉઠાવીને આ ખેલાડીઓ ભારતીય ટીમને ભવ્ય જીત અપાવી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *