આ મેચવિનર ખેલાડી બહાર થતા રોહિત શર્માની ચિંતામાં થયો વધારો…
ભારતીય ટીમ 6 ફેબ્રુઆરીના રોજ વેસ્ટ ઇન્ડિઝ સામે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ત્રણ મેચોની વન-ડે સિરીઝની પ્રથમ વન-ડે મેચ રમવા જઇ રહી છે. આ ત્રણ મેચોની વન-ડે સિરીઝ પૂર્ણ થયા બાદ કોલકત્તાના ઇડન ગાર્ડન ખાતે ત્રણ મેચોની ટી-20 સિરીઝ રમાશે. આ બંને સિરીઝમાં ઘણા યુવા ખેલાડીઓને સામેલ કરવામાં આવ્યા છે.
બીસીસીઆઇ દ્વારા આ બંને સિરીઝ માટે ભારતીય ખેલાડીઓની જાહેરાત કરવામાં આવી છે. વેસ્ટ ઇન્ડીઝ સામેની સિરીઝમાં ભારતીય કેપ્ટન રોહિત શર્માનું પુનરાગમન થવાનું છે. રોહિત શર્માએ આવતાની સાથે જ ટીમમાં ઘણા ફેરફારો કર્યા છે. રોહિત શર્માની કેપ્ટનશીપ હેઠળ ભારતીય ટીમ વેસ્ટ ઇન્ડીઝ સામેની બંને સિરીઝમાં જીત હાંસલ કરવા પ્રયત્ન કરશે.
વેસ્ટ ઇન્ડીઝ સામેની સિરીઝ શરૂ થાય તે પહેલાં જ ઘણા ભારતીય ખેલાડીઓ કોરોના સંક્રમિત થયા છે. જેના કારણે ભારતીય કેપ્ટન રોહિત શર્મા મુશ્કેલીમાં મુકાયો છે. રોહિત શર્માનો સૌથી મજબૂત ખેલાડી સિરીઝમાંથી બહાર થતાં રોહિત શર્માની ચિંતામાં સતત વધારો થઇ રહ્યો છે. તો ચાલો જાણીએ આ ખેલાડી કોણ છે.
તમને જણાવી દઇએ કે ટીમ ઇન્ડિયાનો સૌથી ખતરનાક ઓલરાઉન્ડર ખેલાડી હાર્દિક પંડ્યા ન્યૂઝીલેન્ડ અને સાઉથ આફ્રિકા બાદ હવે વેસ્ટ ઇન્ડીઝ સામેની સિરીઝમાંથી પણ બહાર થયો છે. આ ખેલાડી રોહિત શર્માનો ખૂબ જ ખાસ ખેલાડી ગણવામાં આવે છે. આ ખેલાડી ફિટનેસની સમસ્યાને કારણે ઘણા સમયથી મુશ્કેલીમાં દેખાઇ રહ્યો છે. ભારતીય ટીમની સૌથી મોટી તાકાત આ ખેલાડીને માનવામાં આવે છે.
હાર્દિક પંડ્યાને ન્યૂઝીલેન્ડ અને સાઉથ આફ્રિકા સિરીઝમાં આરામ આપવામાં આવ્યો હતો. પરંતુ હવે વેસ્ટ ઇન્ડીઝ સામેની સિરીઝ પહેલાં તેણે જણાવ્યું હતું કે તે થોડા સમય માટે રમતથી દૂર રહેવા માગે છે. આવી સ્થિતિમાં ભારતીય કેપ્ટન રોહિત શર્મા ફરીથી મુશ્કેલીમાં આવી ગયો છે. હાર્દિક પંડ્યા બોલિંગ અને બેટિંગ બંનેમાં ઘાતક સાબિત થઇને ઘણી વખત મેચવિનર બન્યો છે.
હાર્દિક પંડ્યાએ જણાવ્યું હતું કે તે હવે ભારતીય ટીમના બેટ્સમેન તરીકે નહીં પરંતુ ઓલરાઉન્ડર તરીકે પરત ફરવા ઇચ્છે છે. તેથી જ તે હવે ટીમમાંથી પોતાને પડતો મૂકી રહ્યો છે અને મહેનત કરવા લાગ્યો છે. તાજેતરમાં હાર્દિક પંડ્યાએ પ્રેક્ટિસ કરતો હોય તેવો વીડિયો સોશિયલ મીડિયામાં શેર કર્યો હતો.