રોહિત શર્માનું ટેન્શન થયું દૂર, ટીમ ઇન્ડિયાને મળ્યો ધોની જેવો મજબૂત ફિનીશર…
વિશ્વની દરેક ટીમમાં કોઇ એક ખેલાડી ફિનીશરની ભૂમિકા ભજવતો હોય છે. ભારતીય ટીમમાં અત્યાર સુધી મહેન્દ્રસિંહ ધોની આ ભૂમિકા ભજવતો હતો. તેણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધા બાદ ભારતીય ટીમ નવો ફિનીશર શોધી રહી હતી. આ સ્થાન માટે હાર્દિક પંડ્યા અને રવિન્દ્ર જાડેજા જેવા ખેલાડીઓને ભારતીય ટીમે અજમાવ્યા પરંતુ તેઓ કંઇ ખાસ પ્રદર્શન કરી શક્યા ન હતા.
રોહિત શર્મા કેપ્ટન બન્યા પછી ભારતીય ટીમમાં ઘણી ફેરબદલ જોવા મળી છે. ઘણા યુવા ખેલાડીઓને સ્થાન આપવામાં આવી રહ્યા છે. ભારત અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે હાલમાં કોલકાતાના ઇડન ગાર્ડન ખાતે ત્રણ મેચની ટી-20 સિરીઝ રમાઇ રહી છે. જેમાં ભારતીય ટીમે પ્રથમ મેચમાં ભવ્ય વિજય મેળવ્યો છે. આ મેચમાં તમામ ખેલાડીઓએ સારું પ્રદર્શન કર્યું હતું.
ભારતીય ટીમમાં મહેન્દ્રસિંહ ધોની એક સફળ ફિનીશર તરીકે જાણીતો હતો. આવી જ રીતે વેસ્ટ ઇન્ડીઝ સામેની પ્રથમ ટી-20 મેચમાં આ ઘાતક ખેલાડીએ જબરદસ્ત પ્રદર્શન કરીને એક ફિનીશરની ભૂમિકા ભજવી છે. ભારતીય ટીમને યુવા ફિનીશર મળ્યો હોય તેવું દેખાઇ રહ્યું છે. તો ચાલો જાણીએ આ ખેલાડી કોણ છે.
તમને જણાવી દઇએ કે વેસ્ટ ઇન્ડીઝ સામેની પ્રથમ ટી-20 મેચમાં વેંકટેશ ઐયરે ખૂબ સારું પ્રદર્શન કર્યું હતું. ભારતીય ટીમને જ્યારે એક સારા અને ટકાઉ બેટ્સમેનની જરૂર હતી ત્યારે આ ખેલાડીએ એન્ટ્રી કરીને વિરોધી ટીમનું નાક દબાવી રાખ્યું હતું. તેણે મહેન્દ્રસિંહ ધોનીની સ્ટાઇલમાં રમત પૂરી કરીને વેસ્ટ ઇન્ડિઝની ટીમને મોટો ઝટકો આપ્યો હતો.
ભારતીય ટીમ જ્યારે મુશ્કેલીમાં ફસાયેલી હતી ત્યારે વેંકટેશ ઐયરે 13 બોલમાં 24 રન બનાવીને મેચને એક તરફી બનાવી દીધી હતી. ભારતના ભૂતપૂર્વ પ્રભાવશાળી મહેન્દ્રસિંહ ધોનીની જેમ તેણે છેલ્લા બોલે સિક્સર મારીને ભારતીય ટીમને જીત અપાવી છે. હવે કેપ્ટન રોહિત શર્માનું ટેન્શન સમાપ્ત થઇ ગયું હોય તેવું લાગી રહ્યું છે.
વેંકટ ઐયરે આઇપીએલ 2021માં પણ જબરદસ્ત પ્રદર્શન કર્યું હતું. તેણે કોલકાતા નાઇટ રાઇડર્સને પોતાના દમ પર ફાઇનલ સુધી પહોંચાડી હતી. આ ઉપરાંત તેની શાનદાર બેટિંગ અને બોલિંગના કારણે લોકોએ તેમની પ્રશંસા કરી હતી. આ ખેલાડી ભારતીય ટીમ માટે એક સારો ફિનીશર સાબિત થઇ શકે છે.