રાહુલ-જાડેજા બહાર થતા વધ્યું રોહિત શર્માનું ટેન્શન, જાણો બીજી ટેસ્ટ મેચમાં કોને આપશે સ્થાન…

ભારતીય ટીમ 2 ફેબ્રુઆરીથી ઇંગ્લેન્ડ સામે વિશાખાપટ્ટનમમાં બીજી ટેસ્ટ મેચ રમવાની છે. તે પહેલા જ ભારતીય ટીમને બે મોટા ઝટકા લાગ્યા છે. ઓલરાઉન્ડર ખેલાડી રવિન્દ્ર જાડેજા અને કેએલ રાહુલ ઈજાગ્રસ્ત થયા હોવાના કારણે બીજી ટેસ્ટ મેચમાંથી બહાર થઈ ચૂક્યા છે. આવી સ્થિતિમાં હવે રોહિત શર્માનું ટેન્શન વધ્યું છે કારણ કે પ્રથમ ટેસ્ટ મેચમાં ભારતીય ટીમને 28 રને હારનો સામનો કરવો પડ્યો હતો.

પ્રથમ ટેસ્ટ મેચની વાત કરવામાં આવે તો ભારતે પ્રથમ ઈનિંગ બાદ 190 રનની લીડ મેળવી હતી પરંતુ ઓલી પોપે 196 રનની જબરદસ્ત ઇનિંગ રમીને ઇંગ્લેન્ડની ટીમને એક મજબૂત સ્થિતિમાં પહોંચાડી હતી. જે બાદ તેઓ સરળતાથી મેચ જીતવામાં સફળ રહ્યા હતા. આવી સ્થિતિમાં હવે રોહિત શર્મા બીજી ટેસ્ટ મેચમાં કોઈપણ પ્રકારનું રિસ્ક લેવામાં આવશે નહીં.

બીજી ટેસ્ટ મેચ પહેલા ભારતીય ટીમમાં સરફરાઝ ખાન, સૌરભ કુમાર અને વોશિંગ્ટન સુંદરને ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે. આ ત્રણેય ખેલાડીઓ છેલ્લા ઘણા સમયથી ડોમેસ્ટિક ક્રિકેટમાં જબરદસ્ત ફોર્મમાં જોવા મળી રહ્યા છે. જેના કારણે હાલમાં જ તેને ટીમ ઇન્ડિયામાં સ્થાન મળ્યું છે. રવિન્દ્ર જાડેજાની વાત કરીએ તો તેના સ્થાને સુંદરને ટીમમાં તક મળી શકે છે.

આ સિવાય જો કેએલ રાહુલની વાત કરવામાં આવે તો તેના સ્થાને મિડલ ઓર્ડર બેટ્સમેન અને રન મશીન તરીકે જાણીતા ખેલાડી સરફરાઝ ખાનને ટીમમાં સ્થાન મળી શકે છે. સરફરાઝ ખાનની વાત કરીએ તો તે છેલ્લા ઘણા સમયથી જબરદસ્ત ફોર્મમાં જોવા મળી રહ્યો છે અને તેના નામે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં 14 સદી અને 11 અડધી સદી છે.

સરફરાઝ ખાન આ તકનો લાભ ઉઠાવીને ભારતીય ટીમમાં પોતાનું સ્થાન કાયમી બનાવી શકે છે. હાલમાં ભારતીય ટીમની વાત કરવામાં આવે તો શુભમન ગીલ અને શ્રેયસ ઐયર પણ કંઈ ખાસ પ્રદર્શન કરી રહ્યા નથી. આવી સ્થિતિમાં સરફરાઝ ખાન આ તકનો લાભ ઉઠાવી ભારતીય ટેસ્ટ ટીમમાં પોતાનું સ્થાન બનાવી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *