સદી મારવાની આદત ધરાવતા આ ગુજરાતી ખેલાડીને અપાયું રોહિત શર્માનું સ્થાન…

ન્યૂઝીલેન્ડ સામેની સિરીઝ જીત્યા બાદ ભારતીય ટીમ સાઉથ આફ્રિકા પ્રવાસ પર જવાની છે. 26 ડિસેમ્બરના રોજ શરૂ થતા આ પ્રવાસમાં ત્રણ ટેસ્ટ મેચ અને ત્રણ વન-ડે મેચ રમાવાની છે. સાઉથ આફ્રિકા પ્રવાસ પહેલા ટીમ ઇન્ડિયા રવિવારના રોજ મુંબઇમાં એકત્ર થઇ હતી અને ચાર દિવસના કવોરન્ટાઇન બાદ 16 ડિસેમ્બરના રોજ સાઉથ આફ્રિકા પ્રવાસ પર જવા રવાના થશે.

સાઉથ આફ્રિકા પ્રવાસ પહેલા ભારતીય ટીમના ખેલાડીઓ મુંબઇમાં ટ્રેનિંગ કેમ્પમાં જોડાયા હતા. સાઉથ આફ્રિકા પ્રવાસ પહેલા ભારતીય ટીમને એક મોટો ઝટકો લાગ્યો છે. ભારતીય ટીમના ટી 20 અને વનડે ફોર્મેટના કેપ્ટન અને ટેસ્ટ ફોર્મેટના વાઇસ કેપ્ટન રોહિત શર્માને પ્રેક્ટિસ મેચ દરમિયાન ઇજા થઇ છે. રિપોર્ટ અનુસાર જાણવા મળ્યું છે કે રોહિત શર્માના હાથે બોલ વાગતા ગંભીર ઇજા થઇ છે.

સાઉથ આફ્રિકા સામેના પ્રવાસ પહેલા ગંભીર ઇજાને કારણે રોહિત શર્મા ટેસ્ટ સિરીઝમાંથી બહાર થઇ ગયો છે. તેના સ્થાને ગુજરાતી ખેલાડી પ્રિયાંક પંચાલને 18 સદસ્યોની ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. પ્રિયાંકે અત્યાર સુધીમાં 100 ફર્સ્ટ ક્લાસ મેચ રમી છે અને 45.41 ની એવરેજથી 7011 રન બનાવ્યા છે. જેમાં 24 સદી અને 25 અડધી સદી ફટકારી ચુક્યો છે.

પ્રિયાંક પંચાલની વાત કરીએ તો તે છેલ્લા ઘણા સમયથી સારું પ્રદર્શન કરી રહ્યો છે. 2017 માં તે ગુજરાત માટે ત્રેવડી સદી ફટકારનારો બેટ્સમેન બન્યો હતો. અમદાવાદમાં જન્મેલો આ 28 વર્ષીય ખેલાડી ગુજરાતની ટીમનો ઓપનિંગ ખેલાડી છે. આ ઉપરાંત તેણે વર્ષ 2016માં 1310 રન બનાવીને ભારતના તમામ બેટ્સમેનને પાછળ રાખી દીધા હતા.

ટેસ્ટ સીરીઝના વાઇસ કેપ્ટન રોહિત શર્માના સ્થાને પ્રિયાંક પંચાલને ભારતીય ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે. ટેસ્ટ સીરીઝ પૂર્ણ થયા બાદ 19 જાન્યુઆરીના રોજ વન-ડે સિરીઝનો પ્રારંભ થશે. વન-ડે સીરીઝમાં કેપ્ટન તરીકે રોહિત શર્માની નિમણૂક કરવામાં આવી છે. વન-ડે સિરીઝ માટે ભારતીય ટીમની જાહેરાત ટૂંક સમયમાં કરવામાં આવશે. રોહિત શર્મા અત્યાર સુધીમાં 10 વન-ડે મેચોમાં કમાન સંભાળી ચુક્યો છે. તેણે 10માંથી 8 મેચમાં ભારતીય ટીમને જીત અપાવી છે.

સાઉથ આફ્રિકાના પ્રવાસ પહેલા ભારતીય ટીમને આ મોટો ઝટકો લાગવાને કારણે વાઇસ કેપ્ટન તરીકેની જવાબદારી અન્ય ખેલાડીને સોપવામાં આવશે. રોહિત શર્માની ઇજા વિશે હજુ સુધી જાણવા મળ્યું નથી. પરંતુ તેને ટેસ્ટ સીરીઝ દરમિયાન આરામ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. તેથી તેના સ્થાને ગુજરાતી ખેલાડી પ્રિયંકા પંચાલને ભારતીય ટીમમાં તક આપવામાં આવી છે. પ્રિયાંક પંચાલે અત્યાર સુધીમાં 24 સદી ફટકારી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *