આ ગુજ્જુ ખેલાડી વેસ્ટ ઇન્ડીઝ સિરીઝમાંથી આઉટ થતા રોહિત શર્માની ચિંતા વધી…

ભારતીય ટીમ તાજેતરમાં વેસ્ટ ઇન્ડીઝ સામે ત્રણ મેચોની વન-ડે સિરીઝ રમવાની છે. 6 ફેબ્રુઆરીના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ત્રણ મેચોની વન-ડે સિરીઝની પ્રથમ વન-ડે મેચ રમાશે. બીસીસીઆઇ દ્વારા પહેલેથી જ વેસ્ટ ઇન્ડિઝ સામેની વન-ડે સિરીઝ માટે ભારતીય ટીમની જાહેરાત કરી દેવામાં આવી છે.

વેસ્ટ ઇન્ડીઝ સામેની વન-ડે સિરીઝમાં ભારતીય કેપ્ટન રોહિત શર્માની પણ વાપસી થવાની છે. સાઉથ આફ્રિકા પ્રવાસ દરમિયાન ઇજાને કારણે રોહિત શર્મા સિરીઝમાંથી બહાર રહ્યો હતો. વેસ્ટ ઇન્ડીઝ સામેની સિરીઝમાં અનેક પડકારોનો સામનો કરીને ભારતીય ટીમ આ સિરીઝ જીતવા પ્રયત્ન કરશે. ઘણા યુવા ખેલાડીઓને આ સિરીઝમાં સામેલ કરવામાં આવ્યા છે.

ઘણા લાંબા સમય બાદ રોહિત શર્મા વેસ્ટ ઇન્ડિઝ સામે વન-ડે સિરીઝ રમશે, પરંતુ સિરીઝ શરૂ થાય તે પહેલા જ અનેક અવરોધો સામે આવી રહ્યા છે. ટીમ ઇન્ડિયાના ઘણા ખેલાડીઓ કોરોના પોઝિટિવ આવ્યા છે. આ ઉપરાંત રોહિત શર્મા આ ગુજ્જુ ખેલાડીની ખોટ અનુભવશે. વેસ્ટ ઇન્ડીઝની સમગ્ર સિરીઝમાંથી આ ખેલાડી બહાર થયો છે. તો ચાલો જાણીએ આ ગુજરાતી ખેલાડી કોણ છે.

વેસ્ટ ઇન્ડીઝ સામેની સિરીઝમાં ઘાતક ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાને આરામ આપવામાં આવ્યો છે. ન્યૂઝીલેન્ડ સામેની સિરીઝમાં જાડેજા ઇજાગ્રસ્ત થયો હતો. જેના કારણે તે સાઉથ આફ્રિકા પ્રવાસ અને હવે વેસ્ટ ઇન્ડીઝ સામેની સિરીઝમાંથી પણ બહાર થઇ ગયો છે. રવિન્દ્ર જાડેજાની ગેરહાજરી હોવાના કારણે ટીમ ઇન્ડિયામાં નબળાઇ જોવા મળી રહી છે.

રવિન્દ્ર જાડેજા એક એવો ખેલાડી છે કે જે ટીમ માટે બેટિંગ, બોલિંગ અને ફિલ્ડિંગમાં મહત્વનું યોગદાન આપે છે. તેની સ્ફુર્તિ મેદાન પર દરેક ખેલાડીઓને પ્રેરિત કરે છે. આ ઉપરાંત શૂટરની જેમ આ ખેલાડી બોલને વિકેટ તરફ જબરદસ્ત રીતે ફેંકે છે. આવી સ્થિતિમાં વેસ્ટ ઇન્ડીઝ સામેની સિરીઝમાં રવિન્દ્ર જાડેજાની ખોટ વર્તાઇ શકે છે.

રવિન્દ્ર જાડેજા છેલ્લા કેટલાક વર્ષોથી ટીમ ઇન્ડિયા માટે સંકટ મોચન સાબિત થયો છે. જાડેજા ત્રણેય ફોર્મેટમાં ભારત માટે સૌથી મોટો મેચવિનર ખેલાડી ગણાય છે. આ ખેલાડીની ખતરનાક બોલિંગની સાથે તે ડેથ ઓવરમાં તોફાની બેટિંગ માટે જાણીતો છે. તેને પોતાની બેટિંગના દમ પર ટીમ ઇન્ડિયાને ઘણી મેચો જીતાડી છે. જાડેજાને આઇપીએલમાં ચેન્નઇ સુપર કિંગ્સની કેપ્ટનશીપ પણ મળી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *