રોહિત શર્મા કેપ્ટન બનતા 32 વર્ષીય આ ઘાતક ખેલાડીની કારકિર્દી થઇ સમાપ્ત…
ટી 20 વર્લ્ડકપ 2021 બાદ ભારતીય ટીમમાં ઘણા બધા ફેરફારો થાય તેવું અનુમાન પહેલેથી જ લગાવવામાં આવી રહ્યું હતું. કારણ કે વિરાટ કોહલી એ તો પહેલેથી જાહેરાત કરી દીધી હતી કે તે વર્લ્ડકપ બાદ ભારતીય ટીમની ટી 20 ફોર્મેટની કેપ્ટનશિપ છોડી દેશે અને ટીમ ઇન્ડિયાના હેડ કોચ રવિ શાસ્ત્રીનો કાર્યકાળ પણ સમાપ્ત થવા જઇ રહ્યો હતો. જેને કારણે ટીમ ઇન્ડિયાને એક નવો કોચ અને કેપ્ટન મળી રહેશે.
ન્યૂઝીલેન્ડ સામેની સિરીઝ પહેલા ટીમ ઇન્ડિયાના હેડ કોચ તરીકે રાહુલ દ્રવિડની પસંદગી કરવામાં આવી છે. જ્યારે ભારતીય ટીમના કેપ્ટન તરીકે રોહિત શર્માની પસંદગી કરવામાં આવી છે. ન્યૂઝીલેન્ડ સામેની ટી 20 સીરીઝ માટે ભારતીય ટીમમાં ઘણા બધા યુવા ખેલાડીઓને સ્થાન આપવામાં આવ્યું છે.
આઇપીએલ 2021 માં શાનદાર પ્રદર્શન કરનાર ઘણા બધા યુવા ખેલાડીઓની પસંદગી ન્યૂઝીલેન્ડ સામેની ટી 20 સિરીઝ માટે કરવામાં આવી છે. પરંતુ ટીમની બહાર ઘણા બધા એવા ખેલાડીઓ પણ હોય છે કે જે સારું પ્રદર્શન કરી રહ્યા હોય છે. જો કોઇ ટીમમાં નબળું પ્રદર્શન કરે તો તેનો નંબર લાગી જતો હોય છે.
ટીમ ઇન્ડિયાનો ખેલાડી મનીષ પાંડે હાલ ખૂબ જ ખરાબ ફોર્મમાં ચાલી રહ્યો છે. હવે ટીમ ઇન્ડિયાના દરવાજા તેના માટે લગભગ બંધ થઇ ગયા છે. મનીષ પાંડેએ અત્યાર સુધીમાં ટીમ ઇન્ડિયા માટે 39 ટી 20 ઇન્ટરનેશનલ મેચ રમી છે. જેમાં તેણે 44.31ની સરેરાશ 126.15ની સ્ટ્રાઈક રેટથી 709 રન બનાવ્યા છે.
મનીષ પાંડેનું ક્રિકેટ કરિયર સમાપ્ત થઇ ગયું હોય તેવું લાગી રહ્યું છે. મનીષ પાંડે ટીમ ઇન્ડિયામાં આવતો જતો રહે છે. પરંતુ હવે એવું લાગી રહ્યું છે કે તે ક્યારેય પણ પરત ફરશે નહીં. કારણકે તે છેલ્લા ઘણા સમયથી ટીમમાંથી બહાર છે અને સતત ખરાબ પ્રદર્શન કરી રહ્યો છે. આઇપીએલમાં પણ તેને કોઇ નહીં ખરીદે તેવી શક્યતાઓ છે.
રોહિત શર્મા કેપ્ટન બનતાની સાથે જ તેણે મનીષ પાંડેનું પત્તું ન્યૂઝીલેન્ડ સામેની સિરીઝમાંથી કાપી નાખ્યું છે. હવે રોહિત શર્મા ભાગ્યે જ તેને ટીમ ઇન્ડિયામાં ચાન્સ આપશે. આઇપીએલ 2021માં પણ મનીષ પાંડે સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમ માટે નબળી કડી સાબિત થયો છે. તેથી સનરાઇઝર્સ હૈદરાબાદ પણ તેને આવતી આઇપીએલમાં છોડી શકે છે.