રોહિત શર્મા અંતિમ મેચમાં કરશે મોટો ધડાકો! આ ખેલાડીને આપશે ડેબ્યૂ કરવાની તક…

ભારત અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે ત્રણ વન-ડે મેચોની છેલ્લી મેચ 11 ફેબ્રુઆરી શુક્રવારના રોજ રમાશે. આ અંતિમ મેચમાં કેપ્ટન રોહિત શર્મા ઘણા યુવા ખેલાડીઓને તક આપી શકે છે. આ પહેલા રમાયેલી બંને વન-ડે મેચોમાં ભારતીય ટીમે જબરદસ્ત વિજય મેળવ્યો છે. ત્રણ મેચોની વન-ડે સિરીઝ પૂર્ણ થયા બાદ 16 ફેબ્રુઆરીથી ત્રણ મેચોની ટી-20 સિરીઝ કોલકાતાના ઇડન ગાર્ડન ખાતે રમાવાની છે.

સાઉથ આફ્રિકા પ્રવાસ દરમિયાન રોહિત શર્મા ઇજાગ્રસ્ત થવાને કારણે સમગ્ર પ્રવાસ દરમિયાન ગેરહાજર રહ્યો હતો, પરંતુ વેસ્ટ ઇન્ડીઝ સામેની સિરીઝમાં તેના આવતાની સાથે જ ભારતીય ટીમને બંને વન-ડે મેચમાં જબરદસ્ત વિજય અપાવ્યો છે. આ ઉપરાંત આ ખેલાડીએ કેપ્ટનશીપ સંભાળ્યા પછી ભારતીય ટીમ એક પણ મેચ હારી નથી.

વેસ્ટ ઇન્ડીઝ સામેની ત્રીજી વન-ડે મેચમાં રોહિત શર્મા મોટા ફેરફાર કરી શકે છે. દર વર્ષે ઘણા ખેલાડીઓને ભારતીય ટીમમાં સ્થાન આપવામાં આવે છે. રોહિત શર્મા પોતાની કેપ્ટનશીપમાં આ ખેલાડીને ડેબ્યૂ કરવાની તક આપી શકે છે. વેસ્ટ ઇન્ડીઝ સામેની ત્રીજી વન-ડે મેચમાં આ ખેલાડી રમતો જોવા મળશે. તો ચાલો જાણીએ આ ખેલાડી કોણ છે.

તમને જણાવી દઇએ કે વેસ્ટ ઇન્ડીઝ સામેની ત્રીજી વન-ડે મેચમાં ઓપનિંગ બેટ્સમેન ઋતુરાજ ગાયકવાડ ડેબ્યૂ કરી શકે છે. પ્રથમ અને બીજી વન-ડે મેચ દરમિયાન ઇશાન કિશન અને રિષભ પંતને ઓપનિંગ બેટ્સમેન તરીકે તક આપવામાં આવી હતી, પરંતુ તે બંને નિષ્ફળ ગયા હતા. આવી સ્થિતિમાં ત્રીજી વન-ડે મેચમાં આ ખેલાડીને તક આપવામાં આવી શકે છે.

ઋતુરાજ ગાયકવાડ તાજેતરમાં ખૂબ જ ઘાતક ફોર્મમાં ચાલી રહ્યો છે. આ ખેલાડીએ આઇપીએલમાં જબરદસ્ત પ્રદર્શન કર્યું હતું. ચેન્નઇ સુપરકિંગ્સ તરફથી રમતા આ ખેલાડીએ ગયા વર્ષે ઓરેન્જ કેપ પણ પોતાના નામે કરી હતી. ચેન્નઇ સુપરકિંગ્સ તરફથી તેને આ વર્ષે જાળવી રાખવામાં આવ્યો છે. આ ઉપરાંત વિજય હઝારે ટ્રોફીમાં આ ખેલાડીએ સતત ચાર સદી ફટકારી હતી.

વેસ્ટ ઇન્ડીઝ સામેની ત્રીજી વન-ડે મેચમાં શિખર ધવન પણ પરત ફરવાનો છે, પરંતુ ભારતીય કેપ્ટન રોહિત શર્મા યુવા ખેલાડીઓને પસંદ કરશે તેવું લાગી રહ્યું છે. આવી સ્થિતિમાં ઋતુરાજ ગાયકવાડ ઓપનિંગ બેટ્સમેન તરીકે જોવા મળશે. આ ઘાતક ખેલાડીને આંતરરાષ્ટ્રીય વન-ડે ક્રિકેટમાં ડેબ્યૂ કરવાની તક મળી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *