રોહિત શર્મા વનડે સિરીઝમાંથી પણ થશે બહાર! આ ઘાતક ખેલાડી બનશે કેપ્ટન…
ભારતીય ટીમ હાલમાં સાઉથ આફ્રિકા સામે ત્રણ ટેસ્ટ મેચોની સીરીઝ રમી રહી છે. ત્રણ ટેસ્ટ મેચની સિરીઝ પૂર્ણ થયા બાદ આફ્રિકા સામે 3 મેચોની વન ડે સિરીઝ 19, 21 અને 23 જાન્યુઆરીએ રમશે. વનડે સિરીઝ માટે ભારતીય ટીમની જાહેરાત ટૂંક સમયમાં બીસીસીઆઇ દ્વારા કરવામાં આવશે. ઘણા યુવા ખેલાડીઓને આ સિરીઝમાં સ્થાન મળી શકે છે.
આફ્રિકા પ્રવાસ શરૂ થાય તે પહેલાં જ મુંબઇમાં પ્રેક્ટિસ સેશન દરમિયાન રોહિત શર્મા ઇજાગ્રસ્ત થયો હતો. ઇજા ગંભીર હોવાને કારણે ટેસ્ટ સિરીઝમાંથી બહાર થયો હતો. હિટમેન રોહિત શર્મા વગર ભારતીય ટીમ હાલમાં ટેસ્ટ સિરીઝ રમી રહી છે. પરંતુ તાજેતરમાં તેની પરિસ્થિતિ જોતા વન-ડે સિરીઝમાં રમવું પણ મુશ્કેલ લાગી રહ્યું છે.
રોહિત શર્માને તાજેતરમાં જ ટી 20 અને વન-ડે ફોર્મેટમાં કેપ્ટન બનાવવામાં આવ્યો છે. આવી સ્થિતિમાં જો રોહિત શર્મા આફ્રિકા સામેની વન ડે સિરીઝમાંથી બહાર જશે તો તેના સ્થાને નવા કેપ્ટન તરીકે ભારતીય મેનેજમેન્ટ ટીમ કોને સ્થાન આપશે તે અગત્યનું છે. એક એવો ખેલાડી છે કે જે ભારતીય ટીમની કમાન સંભાળી શકે છે તો ચાલો તેના વિશે જાણીએ.
અહેવાલ પ્રમાણે જાણવા મળ્યું છે કે રોહિત શર્માના સ્થાને કેએલ રાહુલને કેપ્ટનશિપ સોંપવામાં આવી શકે છે. વિરાટ અને રોહિત પછી સિનિયર ખેલાડીઓમાં રાહુલનું નામ સામે આવે છે. આ ઉપરાંત કેએલ રાહુલ ભારતનો મજબૂત ઓપનિંગ બેટ્સમેન છે. રાહુલને તાજેતરમાં જ ટેસ્ટ સીરીઝમાં રોહિત શર્માના સ્થાને વાઇસ કેપ્ટન બનાવવામાં આવ્યો હતો.
કેએલ રાહુલે ભૂતકાળમાં પણ ઘણી વખત કેપ્ટનશીપ કરી છે. આ સિવાય તે ઘણા વર્ષોથી આઇપીએલમાં પંજાબ કિંગ્સની કેપ્ટનશીપ કરી રહ્યો છે. બીજી તરફ વિરાટ કોહલી માટે ફરીથી કેપ્ટનશીપ પદ મેળવવું ઘણું મુશ્કેલ છે. તેની પાછળનું કારણ એ છે કે બીસીસીઆઇ વિરાટથી ખૂબ જ નારાજ છે આવી પરિસ્થિતિમાં તેને ફરીવાર કેપ્ટનશીપ મળી શકે નહીં.
કેએલ રાહુલ ભારતીય ટીમમાં ત્રણેય ફોર્મેટમાં રમનાર ખેલાડી છે. આવી સ્થિતિમાં આ ખેલાડીને કેપ્ટનશીપ સંભાળવાની તક મળી શકે છે. બીસીસીઆઇ દ્વારા ટૂંક સમયમાં જ આ વાત પર ખુલાસો કરવામાં આવશે. ભારતીય ટીમ સાઉથ આફ્રિકા સામે ટેસ્ટ અને વનડે સિરીઝ જીતે તેવી બીસીસીઆઇને અપેક્ષા છે.