એક્શન મોડમાં આવ્યો રોહિત શર્મા, શ્રેયસ ઐયર સહિત આ 3 ખેલાડીઓને ત્રણેય મેચોમાંથી કર્યા બહાર…

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે 15 ફેબ્રુઆરીથી રાજકોટ ખાતે ત્રીજી ટેસ્ટ મેચ રમાવાની છે. આ સિરીઝની પ્રથમ મેચમાં ભારતને હાર મળી હતી અને બીજી મેચમાં જીત મળી હતી. બંને ટીમો હાલમાં બરાબરીથી ચાલી રહી છે. આગામી ત્રણેય મેચો ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થવાની છે. હાલમાં જ તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે. બીજી તરફ બદલાવો અંગે એક સમાચાર પણ સામે આવ્યા છે.

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ દ્વારા તાજેતરમાં ત્રણેય મેચો માટે 16 સભ્યોની ટીમની જાહેરાત કરવામાં આવી છે. રોહિત શર્મા ફરી એક વખત મોટા બદલાવો સાથે મેદાને ઉતરશે. આ ત્રણેય મેચોમાં શ્રેયસ સહિત આ 3 ખેલાડીઓને બહાર કરવામાં આવ્યા છે. તેઓના કારણે અત્યાર સુધી ઘણું નુકસાન પણ થયું હતું. તો ચાલો આપણે જાણીએ કે ભારતીય સ્ટાર ખેલાડીઓ કોણ કોણ છે.

સૌપ્રથમ વાત કરીએ તો ભારતીય સ્ટાર બેટ્સમેન શ્રેયસ ઐયરને બહારનો રસ્તો બતાવવામાં આવ્યો છે. પ્રથમ બંને મેચોમાં તે કંઈ ખાસ કમાલ કરી શક્યો નથી. બીજી તરફ હાલમાં તેની પીઠના ભાગે ઇજા થઈ હોય તેવું પણ જણાવવામાં આવ્યું છે. તેના કારણે મીડલ ઓર્ડરમાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. આવા કારણોસર તેને ઇંગ્લેન્ડ સિરીઝ માંથી બહાર કરવામાં આવ્યો છે.

આ ઉપરાંત ભારતીય ફાસ્ટ બોલર આવેશ ખાનને પણ બહાર કરવામાં આવ્યો છે. પ્રથમ બંને મેચોમાં તેને ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો પરંતુ તેને રમવાની તક મળી નહોતી. હાલમાં તેને બાકીની ત્રણેય મેચોમાંથી પણ બહાર કરવામાં આવ્યો છે. તેને બહાર કરીને યુવા બોલર આકાશ દીપને સામેલ કરવામાં આવ્યો છે. તે હાલમાં ઇંગ્લેન્ડ-A સામેની મેચમાં શાનદાર ફોર્મમાં જોવા મળ્યો હતો.

આ બંને ખેલાડીઓ ઉપરાંત ભારતીય સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી પણ બહાર થયો છે. તેણે પોતાના અંગત કારણોસર પ્રથમ બંને મેચોમાંથી રજા માંગી હતી. જેથી તેને રજા આપવામાં આવી હતી. હાલમાં બાકીની ત્રણેય મેચોમાંથી પણ તે બહાર થયો છે. આ સિરીઝમાં ઘણા નવા ચેહરાઓને હાલમાં સામેલ કરવામાં આવ્યા છે.તેઓ માટે આ સિરીઝ મહત્વની રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *