રોહિત શર્માએ કહ્યું- ઓલી પોપ નહીં પરંતુ આ ગુજરાતી ખેલાડી જ અમારા માટે બન્યો હારનું કારણ…

હૈદરાબાદના રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે ચાલી રહેલી પાંચ મેચોની શ્રેણીની પ્રથમ ટેસ્ટ મેચમાં, ઇંગ્લેન્ડના બેટ્સમેન ઓલી પોપે 196 રનની ઐતિહાસિક ઇનિંગ રમીને ભારતીય બોલરોને પરસેવો પાડી દીધો હતો. ઇંગ્લેન્ડે તેની બીજી ઇનિંગમાં આક્રમક બેટિંગ કરી અને 420 રન બોર્ડ પર મૂક્યા, જેના કારણે ભારતને ચોથી ઇનિંગમાં જીતવા માટે 231 રનનો લક્ષ્યાંક મળ્યો હતો.

ઈંગ્લેન્ડના બેટ્સમેન ઓલી પોપે 278 બોલનો સામનો કરીને 196 રન બનાવ્યા હતા. ઓલી પોપે તેની ઇનિંગ્સમાં 21 ચોગ્ગા ફટકાર્યા હતા. ઇંગ્લિશ બેટ્સમેન ઓલી પોપે 196 રનની ઇનિંગ રમી હોવા છતાં ભારતીય ફિલ્ડરોએ પણ આમાં તેની ઘણી મદદ કરી હતી. ભારતીય ટીમના ફિલ્ડરોએ ઓલી પોપને 2-2 જીવનદાન આપ્યા હતા.

ઈંગ્લેન્ડની બીજી ઈનિંગની 64મી ઓવરમાં 110 રન પર કેચ છોડીને અક્ષર પટેલે ઓલી પોપને જીવનદાન આપ્યું હતું. અક્ષર પટેલ પછી, સ્લિપમાં ઉભેલા કેએલ રાહુલે પણ આવી જ ભૂલ કરી હતી. કેએલ રાહુલે 186 રનના અંગત સ્કોર પર ઈંગ્લેન્ડની બીજી ઈનિંગની 95મી ઓવરમાં ઓલી પોપને બીજી વખત જીવનદાન આપ્યું હતું.

ઓલી પોપની આ જબરદસ્ત ઈનિંગના કારણે ઇંગ્લેન્ડની ટીમ બીજી ઈનિંગમાં ભારતીય ટીમને 231 રનનો ટાર્ગેટ આપવામાં સફળ રહી હતી. જો અક્ષર પટેલે 110 રન પર તેનો કેચ પકડી લીધો હોત તો ભારતીય ટીમને આટલો મોટો ટાર્ગેટ મળ્યો ન હોત. અને ભારતીય ટીમ આ મેચ સરળતાથી જીતી શકી હોત.

મેચ બાદ રોહિત શર્માએ કહ્યું કે ઓલી પોપને નહીં પરંતુ ભારતીય ટીમની ફિલ્ડીંગને હારનું કારણ જણાવ્યું છે. તેણે કહ્યું કે ખરાબ ફિલ્ડીંગના કારણે અમારે હારનો સામનો કરવો પડ્યો છે. જો અમે સમયસર કેચ પકડી લીધા હોત તો અમે સરળતાથી મેચ જીતી જાત. આવું કહીને તેણે ગુજરાતી ખેલાડી અક્ષર પટેલ પર નિશાન સાધ્યું હતું. તેણે આ મેચમાં ઓલી પોપનો કેચ છોડ્યો હતો. જે બાદ તેણે ઘણો મોટો સ્કોર બનાવી ઇંગ્લેન્ડની ટીમને જીત અપાવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *