રોહિત શર્માએ ખોલ્યું દિલ, પોતાને નહીં પરંતુ આ ખેલાડીને ગણાવ્યો અસલી મેચ વિનર…

ગઈકાલે ભારત અને પાકિસ્તાન વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે વર્લ્ડકપની 12મી મેચ રમાઈ હતી. આ મેચમાં ભારતીય ટીમે 7 વિકેટે જીત મેળવી છે. આ ઉપરાંત ભારતે આ પહેલા ઓસ્ટ્રેલિયા અને અફઘાનિસ્તાન સામે પણ જીત મેળવી હતી. હાલમાં ભારતે પોઇન્ટ ટેબલમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે. મેચ પૂર્ણ થયા બાદ રોહિત શર્માએ ઘણા મોટા નિવેદનો પણ આપ્યા હતા.

ગઈકાલની મેચની ચર્ચા કરીએ તો પાકિસ્તાનની ટીમે પ્રથમ બેટિંગ કરતી વખતે 191 રનનો સ્કોર બનાવ્યો હતો. ત્યારબાદ ભારતીય ટીમે 30.3 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને આ ટાર્ગેટ પૂર્ણ કર્યો હતો. આ મેચમાં રોહિતે શાનદાર પ્રદર્શન કરીને 86 રન બનાવ્યા હતા. જેમાં તેણે ઘણી બાઉન્ડ્રી ફટકારી હતી છતાં પણ રોહિતે પોતાને નહીં પરંતુ આ ખેલાડીને ગેમ ચેન્જર ગણાવ્યો છે.

મેચ બાદ ઇન્ટરવ્યૂ દરમિયાન રોહિતે આ ભારતીય ખેલાડીના ખૂબ જ વખાણ કર્યા છે. તેને જાડેજા કરતા પણ વધુ ચડીયાતો ગણાવ્યો છે. આ ઉપરાંત આગામી સમયમાં પણ ઘણી મેચો જીતાડશે તેવું કહ્યું છે. તેનામાં ઘણી આવડત રહેલી છે. તેના કારણે જ ગઈકાલે પાકિસ્તાન સામે મેચ પલટો થયો હતો. તો ચાલો આપણે જાણીએ કે આ ભારતીય સ્ટાર ખેલાડી કોણ છે.

તમને જણાવી દઈએ કે રોહિતે મેચ પૂર્ણ થયા બાદ કુલદીપ યાદવની બોલિંગ વિશે ઘણી વાતો કહી છે. તેણે જણાવ્યું છે કે જ્યારે પાકિસ્તાનને ટીમ મોટા સ્કોર તરફ આગળ વધી રહી હતી ત્યારે તેણે એક જ ઓવરમાં બે વિકેટ લીધી હતી. તેને પાકિસ્તાનની મિડલ ઓર્ડરને ભાગી હતી. આ ઉપરાંત દબાણ પર બનાવ્યું હતું. જેના કારણે તેઓ ફક્ત 191 રનમાં ઓલ આઉટ થયા છે.

રોહિતે વધુમાં જણાવ્યું કે કુલદીપની સારી બોલિંગના કારણે જાડેજા અને હાર્દિક બંનેને ઘણો ફાયદો થયો હતો. તેઓ પણ વિકેટ લેવામાં સફળ રહ્યા હતા. આ એક મહત્વપૂર્ણ બાબત ગણી શકાય છે. ભારતીય ટીમ બોલીંગ અને બેટિંગ બંનેમાં કોઈપણ સમયે મેચ પલટો કરી શકે છે. જેથી આ વખતે વર્લ્ડ કપ જીતવાની પૂરેપૂરી શક્યતાઓ દેખાઈ રહી હોય તેવું લાગી રહ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *