રોહિત શર્માએ કર્યો ચોંકાવનારો ખુલાસો, તેના પછી આ ખેલાડી બની શકે છે ટીમ ઇન્ડિયાનો કેપ્ટન…

ભારતીય બેટ્સમેન વિરાટ કોહલીએ ટીમ ઇન્ડિયાના ત્રણેય ફોર્મેટમાંથી રાજીનામું આપ્યા બાદ ભારતના નવા કેપ્ટન તરીકે બીસીસીઆઇ દ્વારા રોહિત શર્માની પસંદગી કરવામાં આવી છે. રોહિત શર્માએ કેપ્ટન બન્યા બાદ તમામ મેચોમાં ભારતીય ટીમને જીત અપાવી છે. આ ઉપરાંત ખેલાડીઓની ફેરબદલી કરીને જબરદસ્ત સંયોજન કરી રહ્યો છે.

રોહિત શર્મા કેપ્ટન બન્યા બાદ ઘણા કુશળતા ધરાવતા ખેલાડીઓને ટીમ ઇન્ડિયામાં સ્થાન આપવામાં આવ્યું છે અને ખરાબ ફોર્મમાં ચાલી રહેલા ખેલાડીઓને બહાર રાખવામાં આવ્યા છે. આ ઉપરાંત આગામી વર્લ્ડકપને ધ્યાનમાં રાખીને અત્યારથી જ ખેલાડીઓ પર મૂલ્યાંકન કરાવીને તે મજબૂત પ્લેઇંગ ઇલેવન તૈયાર કરી રહ્યો છે.

ભારતીય ટીમ અને શ્રીલંકા વચ્ચે 24 ફેબ્રુઆરીના રોજ લખનઉના અટલ બિહારી વાજપેયી સ્ટેડિયમ ખાતે ત્રણ મેચોની ટી-20 સિરીઝની પ્રથમ મેચ રમાવાની છે. શ્રીલંકા સામેની ત્રણ મેચોની ટી-20 સિરીઝ શરૂ થાય તે પહેલાં જ રોહિત શર્માએ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. આ પ્રેસ કોન્ફરન્સમાં તેણે આગામી ભારતીય કેપ્ટન કોણ બની શકે છે તેના વિશે સંકેતો આપ્યા છે. તો ચાલો જાણીએ રોહિત શર્માએ આ વિશે શું કહ્યું છે.

રોહિત શર્માએ પ્રેસ કોન્ફરન્સમાં જસપ્રીત બુમરાહના જોરદાર વખાણ કર્યા છે. રોહિત શર્માનું માનવું છે કે વાઇસ કેપ્ટનની જવાબદારી આ ખેલાડી જબરદસ્ત નિભાવી રહ્યો છે. હાલમાં તેને આરામ આપવામાં આવ્યો હતો. પરંતુ ફરી એકવાર શ્રીલંકા સામેની સિરીઝ માટે વાઇસ કેપ્ટન તરીકે તેની પસંદગી કરવામાં આવી છે.

રોહિત શર્માએ જણાવ્યું કે વાઇસ કેપ્ટન તરીકે બેટ્સમેન હોય તે જરૂરી નથી, પરંતુ એક સારો બોલર પણ આ જવાબદારી સંભાળી શકે છે. મેં જસપ્રીત બુમરાહને નજીકથી જોયો છે. તેના માટે હવે નેતૃત્વની ભૂમિકા હોવાનો આ એક સારો માર્ગ છે. આ ખેલાડી રમતને આગલા સ્તર પર લઇ જવાની ક્ષમતા ધરાવે છે. આ ખેલાડી ભવિષ્યમાં કેપ્ટન બની શકે છે.

રોહિત શર્માએ આ ઉપરાંત જણાવ્યું કે વિકેટકીપર બેટ્સમેન સંજુ સેમસનને રિષભ પંતની જગ્યાએ તક આપવામાં આવી છે. આ ખેલાડીએ પહેલા સારું પ્રદર્શન કર્યું નથી પરંતુ રિષભ પંત આરામ પર હોવાને કારણે તેને ટીમમાં લેવામાં આવ્યો છે. ઓસ્ટ્રેલિયામાં રમાનાર વર્લ્ડ કપની તૈયારી રૂપે ઘણા ખેલાડીઓ પર પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *