ટી-20 ક્રિકેટમાં આ મોટા વર્લ્ડ રેકોર્ડની નજીક છે રોહિત શર્મા, ક્રિસ ગેલ પણ નથી કરી શક્યો આ કમાલ…

ભૂતકાળમાં ભારતીય ટીમના ઘણા દિગ્ગજ ખેલાડીઓએ પોતાના નામે અનોખા રેકોર્ડ નોંધાવીને વિશ્વ જગતમાં ડંકો વગાડ્યો છે. ભારતીય ટીમ માટે સચિન તેંડુલકર, સૌરવ ગાંગુલી, રાહુલ દ્રવિડ, મહેન્દ્રસિંહ ધોની જેવા દિગ્ગજો ખેલાડીઓએ જબરદસ્ત પ્રદર્શન કરીને વિશ્વભરમાં પ્રખ્યાત થયા છે અને ભારતીય ટીમને વર્લ્ડકપ પણ અપાવ્યા છે.

હાલમાં ભારતના ત્રણેય ફોર્મેટના કેપ્ટન તરીકેની જવાબદારી રોહિત શર્માને સોંપવામાં આવી છે. આ ઉપરાંત તે ઘણા વર્ષોથી ભારતીય ટીમમાં એક ઘાતક બેટ્સમેન તરીકેની જવાબદારી નિભાવતો આવ્યો છે. આ ખેલાડી ભારતીય ટીમ તરફથી ઓપનિંગ કરીને ઘણા રેકોર્ડ પોતાના નામે કરી ચુક્યો છે. આ ઉપરાંત તેની કેપ્ટનશીપ કારકિર્દી પણ હાલમાં સફળ સાબિત થતી દેખાઇ રહી છે.

વિશ્વના દરેક મેદાન પર રોહિત શર્માએ રન બનાવ્યા છે. તે કેપ્ટન બન્યા પછી ભારતીય ટીમ એક પણ મેચ હાર્યું નથી. હવે બધાની નજર 24 ફેબ્રુઆરીથી શરૂ થનારી શ્રીલંકા સિરીઝ પર છે. કેપ્ટન રોહિત શર્મા આ કાર્ય કરવામાં સફળ રહેશે તો તેના નામે વધુ એક રેકોર્ડની નોંધણી થશે. તેને બનાવવામાં સૌથી મોટા બેટ્સમેનો પણ તલપાપડ થઇ રહ્યા હતા. તો ચાલો જાણીએ રોહિત શર્મા કયો રેકોર્ડ બનાવવા જઇ રહ્યો છે.

જો રોહિત શર્મા ટી-20 ઇન્ટરનેશનલ ક્રિકેટમાં વધુ 12 સિક્સર ફટકારે તો તે ઇન્ટરનેશનલ ક્રિકેટમાં સૌથી વધુ સિકસર મારનાર બેટ્સમેન બની શકે છે. હાલમાં તેના નામે 154 છગ્ગા છે તે જ સમયે તેના કરતાં આગળ ન્યૂઝીલેન્ડનો માર્ટિન ગુપ્ટિલ છે જેની પાસે 165 છગ્ગા મારવાનો રેકોર્ડ છે. જો રોહિત શર્માનું બેટ શ્રીલંકા સામેની સિરીઝમાં ચાલશે તો તે આ રેકોર્ડ તોડી શકે છે અને પ્રથમ નંબર પર આવી શકે છે.

રોહિત શર્મા શ્રીલંકા સામેની સિરીઝમાં વધુ 37 રન બનાવશે તો તે ટી-20 ઇન્ટરનેશનલ ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન પણ બની શકે છે. અત્યારે તેનાથી આગળ ભારતના સુપર સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી અને ન્યૂઝીલેન્ડનો માર્ટિન ગુપ્ટિલ છે. હાલમાં રોહિત શર્મા રન બનાવવામાં ત્રીજા ક્રમે છે, પરંતુ શ્રીલંકા સામેની સિરીઝમાં 37 રન થશે તો પણ તે પ્રથમ નંબર પર આવી શકે છે.

ભારતીય ટીમ શ્રીલંકા સામે 24 ફેબ્રુઆરીથી લખનઉ ખાતે ત્રણ મેચોની સિરીઝની પ્રથમ મેચની શરૂઆત કરશે. આ ત્રણ મેચો પૂર્ણ થતાની સાથે જ રોહિત શર્મા આ બંને રેકોર્ડમાં પ્રથમ ક્રમે આવીને વિશ્વમાં ભારતીય ટીમનો ફરી એકવાર ડંકો વગાડી શકે છે. આ ખેલાડી વિશ્વભરમાં સૌથી ખતરનાક બેટ્સમેન તરીકે જાણીતો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *