રોહિત શર્માને મળ્યો બેન સ્ટોક્સ જેવો ઘાતક ઓલરાઉન્ડર, ભારતને જીતાડશે વર્લ્ડકપ…

ભૂતકાળની વાત કરીએ તો સચિન તેંડુલકર, મહેન્દ્રસિંહ ધોની જેવા દિગ્ગજ ખેલાડીઓએ ભારતને વર્લ્ડકપ અપાવ્યો છે. જેમાં યુવરાજ સિંહ જેવા ઓલરાઉન્ડર ખેલાડીએ મહત્વની ભૂમિકા ભજવી હતી. છેલ્લા ઘણા સમયથી ભારતીય ટીમમાં મોટી ફેરબદલી જોવા મળી છે. ઘણા યુવા ખેલાડીઓને તક આપવામાં આવી રહી છે.

વિરાટ કોહલીએ કેપ્ટન પદેથી રાજીનામું આપ્યા બાદ રોહિત શર્માને ભારતીય ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે. રોહિત શર્માએ કેપ્ટન બનતાની સાથે જ ઘણા યુવા ખેલાડીઓને ટીમમાં સામેલ કર્યા હતા અને તેના પર સતત મૂલ્યાંકન કરવામાં આવી રહ્યું છે. કેપ્ટન બન્યા બાદ રોહિત શર્માની કેપ્ટનશીપ હેઠળ ભારતીય ટીમે તમામ મેચમાં જીત મેળવી છે.

વેસ્ટ ઇન્ડીઝ સામેની ત્રણ મેચોની ટી-20 સિરીઝમાં આ ઘાતક ઓલરાઉન્ડરે ખૂબ જ સારું પ્રદર્શન કર્યું હતું. આ ઉપરાંત તેને હાલમાં ચાલી રહેલી શ્રીલંકા સામેની સિરીઝમાં પણ સામેલ કરવામાં આવ્યો છે અને તે સારું પ્રદર્શન કરી રહ્યો છે. એવું કહી શકાય કે ભારતીય ટીમને બેન સ્ટોક્સ જેવો ઘાતક ઓલરાઉન્ડર ખેલાડી મળ્યો છે. તો ચાલો જાણીએ આ ખેલાડી કોણ છે.

તમને જણાવી દઇએ કે ભારતીય બેટ્સમેન વેંકટેશ ઐયર છેલ્લા ઘણા સમયથી ઘાતક ફોર્મમાં ચાલી રહ્યો છે. તેણે ઓછા સમયમાં ટીમ ઇન્ડિયામાં પોતાની છાપ છોડી દીધી છે. વેંકટેશ ઐયરે વેસ્ટ ઇન્ડીઝ સામેની ટી-20 મેચો ઉપરાંત હાલમાં રમાઇ રહેલી શ્રીલંકા સામેની પ્રથમ ટી-20 મેચમાં જબરદસ્ત પ્રદર્શન કર્યું હતું. આ ખેલાડી બેટિંગ અને બોલિંગ બંનેમાં જબરદસ્ત દેખાવ કરી રહ્યો છે.

વેંકટેશ ઐયરે આઇપીએલ 2021માં પણ ખૂબ સારું પ્રદર્શન કર્યું હતું. તેણે 10 મેચોમાં 370 રન બનાવ્યા હતા. ડાબા હાથના આ ઓલરાઉન્ડર ખેલાડીને કોલકાતા નાઇટ રાઇડર્સ દ્વારા મેગા ઓક્શન પહેલા જ જાળવી રાખવામાં આવ્યો હતો. આ ઉપરાંત તેણે ઘરેલુ ક્રિકેટમાં પણ આક્રમક દેખાવ કર્યો હતો. આ ખેલાડીએ ભારતીય ટીમમાં હાર્દિક પંડયાની કમીને પૂર્ણ કરી છે.

27 વર્ષનો આ ખેલાડી લાંબા સમય સુધી ભારતીય ટીમ તરફથી રમી શકે છે. ભારતીય ટીમને ઇંગ્લેન્ડના ઘાતક ઓલરાઉન્ડર બેન સ્ટોક્સ જેવો ખેલાડી મળ્યો હોય તેવી ચર્ચા ચાલી રહી છે. વેંકટેશ ઐયર ભારતીય મિડલ ઓર્ડરને સારી રીતે સંભાળી રહ્યો છે. ભારતીય ટીમને પણ આ ખેલાડીનો લાભ લાંબા સમય સુધી મળી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *