રોહિત શર્માએ આપ્યું જીવનદાન, નહીં તો આ દિગ્ગજ ખેલાડી ટૂંક સમયમાં લેવાનો હતો નિવૃત્તિ…

ભારતીય ટીમે સાઉથ આફ્રિકા પ્રવાસ દરમિયાન કારમી હારનો સામનો કર્યો હતો. ત્યારબાદ વેસ્ટ ઇન્ડીઝ સામેની સિરીઝમાં કેપ્ટન રોહિત શર્માની આગેવાની હેઠળ ભારતીય ટીમે તમામ મેચો પર જીત મેળવી છે. રોહિત શર્મા કાયમી કેપ્ટન બન્યા બાદ ભારતીય ટીમ એક પણ મેચ હાર્યું નથી. તેની કેપ્ટનશીપ કારકિર્દી પણ ખૂબ જ સફળ સાબિત થઇ રહી છે.

સફેદ બોલનો કેપ્ટન રોહિત શર્મા યુવા ખેલાડીઓને સતત પોતાની ટીમમાં સામેલ કરી રહ્યો છે. આ ઉપરાંત ખરાબ ફોર્મમાં ચાલી રહેલા ખેલાડીઓને બહાર પણ કરી રહ્યો છે. કેપ્ટન રોહિત શર્મા કોઇપણ હાલતમાં હાલમાં ચાલી રહેલી વેસ્ટ ઇન્ડીઝ સામેની ત્રણ મેચોની ટી-20 સિરીઝ પર વિજય મેળવવા ઇચ્છે છે.

છેલ્લા ઘણા સમયથી સિનિયર ખેલાડીઓ ઇજાગ્રસ્ત અથવા ખરાબ ફોર્મના કારણે બહાર રહ્યા છે. આજે એક એવા ખેલાડીની વાત કરીએ જે ખરાબ ફોર્મના કારણે ટીમ ઇન્ડિયામાંથી બહાર થઇ ગયો હતો અને તેની કારકિર્દી પણ સમાપ્ત થવાના આરે હતી. પરંતુ રોહિત શર્માએ વેસ્ટ ઇન્ડીઝ સામેની સિરીઝમાં સ્થાન આપીને ફરી એકવાર ટીમમાં સામેલ કર્યો છે. તો ચાલો જાણીએ આ ખેલાડી કોણ છે.

વેસ્ટ ઇન્ડીઝ સામેની પ્રથમ ટી-20 મેચમાં ભારતીય કેપ્ટન રોહિત શર્માએ ભુવનેશ્વર કુમારને તક આપી હતી. જસપ્રીત બુમરાહ અને મોહમ્મદ શમીની ગેરહાજરીમાં મોહમ્મદ સિરાજ અને નવદીપ સૈનીને નહીં પરંતુ આ ખેલાડીને તક આપીને તેની કારકિર્દી બચાવી છે. આ ખેલાડી ભારતીય ટીમ માટે ખૂબજ મહત્વનો સાબિત થતો હતો.

વેસ્ટ ઇન્ડીઝ સામેની પ્રથમ ટી-20 મેચમાં ભુવનેશ્વર કુમારે પોતાની પહેલી જ ઓવરમાં ભારતીય ટીમને વિકેટ અપાવી હતી. આ ઉપરાંત તેણે ચાર ઓવરમાં 31 રન આપ્યા હતા. ફરી એકવાર ભુવનેશ્વર કુમાર ભારતીય ટીમમાં પોતાનું પ્રભુત્વ જમાવી રહ્યો છે. એક બાજુ તેની કારકિર્દી સમાપ્ત થવાના આરે હતી ત્યારે બીજી બાજુ રોહિત શર્માએ તેનો હાથ પકડ્યો અને ભારતીય ટીમમાં સામેલ કર્યો છે.

ભૂવનેશ્વર કુમાર એક સમયે ભારતીય ટીમનો નંબર વન બોલર ગણાતો હતો. તેણે ભારતીય ટીમ માટે 21 ટેસ્ટ મેચમાં 63 વિકેટ, 121 વન-ડે મેચમાં 141 વિકેટ અને 55 ટી-20 મેચમાં 53 વિકેટ ઝડપી છે. આ ખેલાડી ભારતીય ટીમનો મજબૂત અને મુખ્ય બોલર ગણાતો હતો. પરંતુ છેલ્લા ઘણા સમયથી ખરાબ ફોર્મના કારણે તે ટીમ ઇન્ડિયામાંથી બહાર થયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *