આ વિસ્ફોટક ખેલાડીની વાપસીને લઇ રોહિત શર્માએ આપ્યા મોટા સંકેત…

ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ ટી-20 ફોર્મેટના કેપ્ટન પદેથી રાજીનામું આપ્યું હતું. જે બાદ બીસીસીઆઇ દ્વારા વિરાટ કોહલીને વન-ડે ફોર્મેટના કેપ્ટન પદેથી હટાવવામાં આવ્યો હતો. ત્યારબાદ ભારતીય કેપ્ટન તરીકે રોહિત શર્માની નિમણુંક કરવામાં આવી છે. રોહિત શર્માએ કેપ્ટનશીપ સંભાળ્યા પછી ભારતીય ટીમ એક પણ મેચ હારી નથી.

રોહિત શર્માની કેપ્ટનશીપ કારકિર્દી ખૂબ જ સારી રીતે ચાલી રહી છે. ન્યૂઝીલેન્ડ સામેની ટી-20 સિરીઝમાં જીત મેળવ્યા બાદ વેસ્ટ ઇન્ડીઝ સામેની વન-ડે સિરીઝમાં પણ જબરદસ્ત વિજય મેળવ્યો છે. આ ઉપરાંત 16 ફેબ્રુઆરીથી શરૂ થતી વેસ્ટ ઇન્ડીઝ સામેની ત્રણ મેચોની ટી-20 સિરીઝમાં પણ વિજય મેળવવા પ્રયત્ન કરશે.

રોહિત શર્માએ કેપ્ટનશીપ સંભાળ્યા બાદ ભારતીય ટીમમાં ઘણા મોટા ફેરફાર કર્યા છે. સાઉથ આફ્રિકા પ્રવાસ દરમિયાન રોહિત શર્મા હાજર નહોતો. તે સમયે ભારતીય ટીમને મિડલ ઓર્ડરની સમસ્યા સતાવી રહી હતી. આવી સ્થિતિમાં રોહિત શર્મા તેના ફેવરિટ ખેલાડીની ખોટ અનુભવી રહ્યો છે. રોહિતે તેની વાપસીને લઇને સંકેતો આપ્યા છે. તો ચાલો જાણીએ આ ખેલાડી કોણ છે.

રોહિત શર્માએ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે ઘાતક ઓલરાઉન્ડર ખેલાડી હાર્દિક પંડ્યા ઘણા લાંબા સમયથી ટીમની બહાર છે. ભારતીય ટીમ તેની ખોટ અનુભવી રહી છે. તે ત્રણેય ફોર્મેટમાં ભારતીય ટીમમાં યોગદાન આપી શકે છે. તે માત્ર બેટિંગ નહીં પરંતુ જબરદસ્ત બોલિંગ પણ કરે છે. તેને ટીમમાં આવવા માટે ફોર્મ પરત લાવવું પડશે.

રોહિતે વધુમાં કહ્યું કે તેને ટીમમાં આવવા માટે દરવાજા ખુલ્લા છે. અમારે ટીમમાં આવવા માટે સંયોજનની જરૂર છે. કારણ કે ઓસ્ટ્રેલિયામાં આયોજિત ટી-20 વર્લ્ડકપમાં અલગ-અલગ પરિસ્થિતિઓ સામે આવશે અને ત્યાં વિવિધ કુશળતાની જરૂર પડશે. ભારતીય ટીમ તે મુજબની તૈયારી કરવા ઇચ્છે છે. આવી સ્થિતિમાં હાર્દિક પંડ્યાને પરત ફરવું પડશે. ભારતીય ટીમને શાનદાર બેટિંગ અને બોલિંગ કરી શકે તેવો આ ખેલાડી મળી શકે છે.

ભારતીય ટીમનો ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા છેલ્લી ત્રણ સિરીઝમાંથી બહાર રહ્યો છે. હાર્દિક પંડ્યા ન્યૂઝીલેન્ડ, સાઉથ આફ્રિકા અને વેસ્ટ ઇન્ડીઝ સિરીઝમાંથી બહાર રહ્યો છે. આ ખેલાડી ખરાબ ફિટનેસના કારણે ઘણા સમયથી મુશ્કેલીમાં ચાલી રહ્યો છે. ટી-20 વર્લ્ડકપમાં હાર્દિકની પસંદગી પર સવાલો ઉઠ્યા હતા. ત્યારબાદ તેને આરામ આપવામાં આવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *