રોહિત શર્માએ આ ઘાતક ખેલાડી સાથે કર્યો અન્યાય, સારા ફોર્મમાં હોવા છતાં પણ ન આપ્યું ટીમ ઇન્ડિયામાં સ્થાન…
ભારત અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે હાલ ત્રણ મેચોની વન-ડે સિરીઝ રમાઇ રહી છે. ભારતે પ્રથમ વન-ડે મેચ જીતીને સિરીઝમાં 1-0 થી લીડ મેળવી લીધી છે. ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માની વેસ્ટ ઇન્ડીઝ સામેની વન-ડે સિરીઝમાં વાપસી થઇ છે. રોહિત શર્માની વાપસી થતાની સાથે જ તેણે ભારતીય ટીમને જીત અપાવી છે.
વેસ્ટ ઇન્ડીઝ સામે રવિવારના રોજ રમાયેલી વન-ડે મેચ ભારતીય ટીમની હજારમી વન-ડે મેચ હતી. જે ભારતીય ટીમે જીતીને યાદગાર બનાવી દીધી છે. આ સાથે જ ટીમ ઇન્ડિયામાં એક નવા યુગની શરૂઆત થઇ ગઇ છે. આ મેચમાં રોહિત શર્માએ શાનદાર અડધી સદી ફટકારી હતી અને ભારતીય બોલરોએ શાનદાર રમત દેખાડી હતી.
વેસ્ટ ઇન્ડીઝ સામેની પ્રથમ વન-ડે મેચમાં ભારતીય બોલરોએ શાનદાર પ્રદર્શન કર્યું હતું. જેના કારણે વેસ્ટ ઇન્ડીઝની ટીમ પ્રથમ બેટિંગ કરતાં માત્ર 176 રન બનાવી શકી હતી. પરંતુ રોહિત શર્માએ એક ઘાતક ખેલાડીની સાથે અન્યાય કર્યો હોય તેવું લાગી રહ્યું છે. તે ટીમ ઇન્ડિયા સાથે છેલ્લા ઘણા સમયથી જોડાયેલા છે પરંતુ પ્લેઇંગ ઇલેવનમાં સ્થાન મળી રહ્યું નથી.
સાઉથ આફ્રિકા સામેની વન-ડે સિરીઝની છેલ્લી મેચમાં આ ખેલાડી ટીમ ઇન્ડિયાને જીતના દરવાજા સુધી લઇ ગયો હતો. પરંતુ રોહિત શર્માએ વેસ્ટ ઇન્ડીઝ સામેની પ્રથમ વન-ડે મેચમાં તેને સ્થાન આપ્યું ન હતું. રોહિત શર્માએ તેના સ્થાને અન્ય યુવા ખેલાડીઓને ટીમમાં સામેલ કર્યા હતા. તો ચાલો જોઇએ આ ખેલાડી કોણ છે.
તમને જણાવી દઇએ કે આ ખેલાડી બીજો કોઇ નહીં પરંતુ દિપક ચહર છે. રોહિત શર્માએ દિપક ચહરની અવગણના કરીને તેની સાથે અન્યાય કર્યો હોય તેવું લાગી રહ્યું છે. આફ્રિકા સામેની છેલ્લી વનડે મેચમાં કેએલ રાહુલે દિપક ચહરને સ્થાન આપ્યું હતું. દિપક ચહરે આ મેચમાં 2 વિકેટ લેતાની સાથે 34 બોલમાં તોફાની અડધી સદી ફટકારી હતી.
દિપક ચહરની આટલી શાનદાર રમત બાદ પણ તેને ઇન્ડિયામાંથી બહારનો રસ્તો દેખાડી દેવામાં આવ્યો છે. આવું ભાગ્યે જ જોવા મળે છે કે કોઇ ખેલાડીએ આટલી સારી રમત બતાવી હોય અને તે આગામી મેચમાંથી બહાર ફેંકાઇ ગયો હોય. દિપક ચહર તેની ઘાતક બોલિંગ અને કિલર બેટિંગ માટે જાણીતો છે. પરંતુ નિયમિતરૂપે તેને ટીમ ઇન્ડિયામાં સ્થાન મળી રહ્યું નથી.