રોહિત શર્મા આ કારણોસર નહીં બની શકે ટેસ્ટ કેપ્ટન, જાણો વિગતે…

ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે રમાયેલી ટેસ્ટ સીરીઝમાં ભારતીય ટીમને 2-1થી હારનો સામનો કરવો પડ્યો હતો. જે બાદ ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ ટેસ્ટ ફોર્મેટની કેપ્ટનશિપ માંથી રાજીનામું આપ્યું હતું. ત્યારબાદ સોશિયલ મીડિયા પર સતતએ સવાલ ઉઠી રહ્યો છે કે ભારતનો આગામી કેપ્ટન કોણ હશે.

15 જાન્યુઆરીના રોજ વિરાટ કોહલીએ ટેસ્ટ ફોર્મેટના કેપ્ટન પદેથી રાજીનામું જાહેર કર્યું હતું. આવી સ્થિતિમાં હવે ચર્ચા શરૂ થઇ ગઇ છે કે ટીમ ઇન્ડિયાનો આગામી ટેસ્ટ કેપ્ટન કોણ હશે? ચાહકો અને અનુભવીઓનું માનવું છે કે કોહલી બાદ રોહિત શર્મા ટેસ્ટ ટીમની કમાન સંભાળી શકે છે.

તમને જણાવી દઇએ કે જ્યારે વિરાટ કોહલીએ ટી-20 ફોર્મેટની કેપ્ટનશિપ છોડી દીધી હતી. ત્યારબાદ બીસીસીઆઇ દ્વારા તેની પાસેથી વન-ડે ફોર્મેટની કેપ્ટનશિપ પણ છીનવી લેવામાં આવી હતી. જે બાદ લિમિટેડ ઓવર ક્રિકેટમાં રોહિત શર્માને કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. તેવી જ રીતે કોહલી બાદ રોહિત શર્માની ટેસ્ટ ટીમની કમાન પર સોંપવામાં આવી શકે છે.

પરંતુ રોહિત શર્માને ટેસ્ટ કેપ્ટન બનાવવામાં કેટલાક એવા કારણો છે જે રોહિતના પક્ષમાં જતા નથી. વાસ્તવમાં રોહિત શર્માની ઉંમર હાલ 35 વર્ષની થઇ ગઇ છે અને આ ઉંમરે ઘણા બધા ખેલાડીઓ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરતા હોય છે. તેથી જો ભારતીય ટીમ લાંબા સમય માટે વિચારી રહી હોય તો કોઇ યુવા ખેલાડીને કેપ્ટન બનાવવામાં આવી શકે છે.

વિરાટ કોહલીની ગેરહાજરીમાં આફ્રિકા સામેની બીજી ટેસ્ટ મેચમાં કેએલ રાહુલે કેપ્ટનશીપ કરી હતી. તેથી BCCI ભારતીય ટીમ આગામી કેપ્ટન તરીકે કેએલ રાહુલનું નામ પણ આગળ કરી શકે છે. રાહુલ બાદ વિકેટકીપર બેટ્સમેન રિષભ પંતનું નામ પણ કેપ્ટનશીપ માટે આગળ આવી શકે છે.

વિરાટ કોહલીની જગ્યાએ રોહિત શર્માને લિમિટેડ ઓવરની કેપ્ટનશિપ સોંપવામાં આવી હોવાથી તેના પર વર્કલોડ વધારે છે અને હાલ BCCIનું સંપૂર્ણ ધ્યાન વર્લ્ડ કપ 2023 પર છે. તેથી ટેસ્ટ કેપ્ટનશિપની જવાબદારી અન્ય કોઇ ખેલાડીને સોંપવામાં આવી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *