એક્શન મોડમાં આવ્યો રોહિત શર્મા, કહ્યું- શ્રેયસ ઐયર સહીત આ 3 ખેલાડીઓ ટેસ્ટ ટીમમાંથી થશે બહાર…

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે હાલમાં હૈદરાબાદ ખાતે પ્રથમ ટેસ્ટ મેચ રમાઈ રહી છે. પ્રથમ ટેસ્ટ મેચના પ્રથમ બંને દિવસો તાજેતરમાં પૂર્ણ થયા છે. ભારતીય ખેલાડીઓએ પ્રથમ બંને દિવસ દરમિયાન સારું પ્રદર્શન કર્યું હતું અને હાલમાં આ મેચમાં ઘણી મજબૂત સ્થિતિ પણ બનાવી છે. બીજો દિવસ પૂર્ણ થયા બાદ ભારતીય કેપ્ટન રોહિત શર્માએ એક મહત્વનું નિવેદન પણ આપ્યું છે.

પ્રથમ બંને દિવસની વાત કરીએ તો ઇંગ્લેન્ડે પ્રથમ બેટિંગ કરતી વખતે 246 રન બનાવ્યા હતા. ત્યારબાદ હાલમાં ભારતીય ટીમ બેટિંગ કરતી જોવા મળી છે. ભારતીય ટીમના ઘણા ખેલાડીઓ સફળ રહ્યા પરંતુ ગીલ સહિત આ ત્રણ ખેલાડીઓ નિષ્ફળ રહ્યા હતા. રોહિતે મેચ બાદ આ ત્રણે ખેલાડીઓને બહાર કરવાની વાત કહી છે. તો ચાલો જાણીએ આ ખેલાડીઓ કોણ કોણ છે.

સૌપ્રથમ વાત કરીએ તો ભારતીય સ્ટાર બેટ્સમેન શુભમન ગીલ ફરી એક વખત બેટિંગમાં નિષ્ફળ રહ્યો છે. તે આજે 23 રન બનાવીને આઉટ થયો છે. તેણે 66 બોલ રમ્યા પરંતુ માત્ર 23 રન બનાવી શક્યો હતો અને ખરાબ રીતે આઉટ થયો છે. જેના કારણે હવે તેનું સ્થાન જઈ શકે છે. પુજારા જેવા મહત્વના ખેલાડીના સ્થાને તેને તક આપવામાં આવી પરંતુ તે સફળ સાબિત થયો નથી.

આ ઉપરાંત ભારતીય સ્ટાર બેટ્સમેન શ્રેયસ ઐયર પણ નિષ્ફળતા બતાવતો જોવા મળ્યો છે. તે પણ 35 રન બનાવીને આઉટ થયો છે. છેલ્લા ઘણા સમયથી તે ઓછા રન બનાવવાના કારણે માથાનો દુખાવો બન્યો છે. બીજી તરફ અન્ય ખેલાડીઓને પણ ઘણું નુકસાન થાય છે. તેઓ પણ સેટ થઈ શકતા નથી. આવી સ્થિતિમાં હવે શ્રેયસ ઐયરને પણ ટેસ્ટ ટીમમાં સ્થાન મળવું ઘણું મુશ્કેલ થઈ શકે છે.

આ બંને ખેલાડીઓ ઉપરાંત સિરાજને પણ બહાર કરવામાં આવી શકે છે. તે પણ વિકેટ લઈ શક્યો નથી. આવી સ્થિતિમાં તેને બહાર કરીને મોહમ્મદ શમીને હવે બીજી મેચમાં વાપસી કરવા માટે સામેલ કરવામાં આવી શકે છે. ભારતીય ટીમને મજબૂત બનાવવા આવે રોહિત શર્મા ઘણા મહત્વના નિર્ણયો લેતો જોવા મળશે. હાલમાં જ આ મામલો સામે આવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *