રોહિતે ઇન્ટરવ્યૂમાં કહ્યું- કાળી માટીની પીચ હોવાથી થશે આ 3 બદલાવો, જાણો કોણ થશે બહાર…

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે તાજેતરમાં વિશાખાપટ્ટનમ ખાતે બીજી ટેસ્ટ મેચ રમાઈ રહી હતી. આ મેચમાં ભારતીય ટીમે ઘાતક પ્રદર્શન કરીને 106 રને જીત મેળવી છે. આ સાથે જ ભારતીય ટીમે આ સિરીઝમાં 1-1ની બરાબરી પણ કરી લીધી છે. હવે આગામી ત્રીજી ટેસ્ટ મેચ રાજકોટ ખાતે રમાવાની છે પરંતુ આ પહેલા રોહિત શર્માએ એક અન્ય મહત્વના સમાચાર પણ આપ્યા છે.

રોહિત સહિત તમામ ખેલાડીઓ હાલમાં રાજકોટ આવી પહોંચ્યા છે અને પ્રેક્ટિસ શરૂ કરવામાં આવી છે. બાકીની ત્રણેય મેચોમાં ઘણા નવા બદલાવો કરવામાં આવ્યા છે. આવી સ્થિતિમાં રાજકોટની પીચના આધારે રોહિતે તાજેતરમાં આ ત્રણ ખેલાડીઓને સ્થાન આપવાની વાત કહી છે. તો ચાલો આપણે જાણીએ કે આ ત્રણેય સુપર સ્ટાર ખેલાડીઓ કોણ કોણ છે.

તમને જણાવી દઈએ કે ભારતીય સ્ટાર વિકેટકીપર બેટ્સમેન કેએસ ભરતને હવે બહાર કરવામાં આવી શકે છે અને તેના સ્થાને ધ્રુવ ઝુરેલને સામેલ કરવામાં આવી શકે છે. હાલમાં તેને પ્રેક્ટિસ શરૂ કરવામાં આવી છે. ભરતની નિષ્ફળતા બાદ હવે તેને તક આપવામાં આવશે. ભરત છેલ્લા ઘણા સમયથી સતત નાના સ્કોર બનાવી રહ્યો છે. આ ઉપરાંત વિકેટકીપિંગમાં પણ તે ખાસ કરી શક્યો નથી. જેથી ધ્રુવને તક આપવામાં આવશે.

આ ઉપરાંત ભારતીય સ્ટાર ઓલ રાઉન્ડર રવિન્દ્ર જાડેજાને રમવાની તક આપવામાં આવશે. ઇજાના કારણે તે લાંબા સમય સુધી બહાર થયો હતો પરંતુ હવે સ્વસ્થ થઈ ચૂક્યો છે. જેથી ત્રીજી મેચ માટેની એન્ટ્રી થશે તે નક્કી છે. આવા કારણોસર કુલદીપ યાદવને ફરી એક વખત બહાર થવું પડી શકે છે. કુલદીપ બીજી મેચમાં ચાર વિકેટ લેતો જોવા મળ્યો હતો પરંતુ જાડેજાના આવતા જ તેને બહાર કરવામાં આવશે.

આ બંને ખેલાડીઓ ઉપરાંત ભારતીય સ્ટાર બેટ્સમેન કેએલ રાહુલને પણ સ્થાન આપવામાં આવશે. તે પણ હાલમાં વાપસી કરી રહ્યો છે. તેના અવતાની સાથે જ રજત પાટીદારને બહાર થવું પડી શકે છે. આ ત્રણ મોટા બદલાવો સાથે રોહિત શર્મા રાજકોટ ખાતે ત્રીજી મેચ રમવા માટે મેદાને જોવા મળશે. આ મેચ ખૂબ જ અગત્યની રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *