રોહિતે ઇન્ટરવ્યૂમાં કહ્યું- રાજકોટની પીચના આધારે થશે આ 2 બદલાવો, જાણો કોણ થશે IN અને કોણ થશે OUT…

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે તાજેતરમાં વિશાખાપટ્ટનમ ખાતે બીજી ટેસ્ટ મેચ રમાઈ રહી હતી. આ મેચમાં ભારતીય ટીમે ઘાતક પ્રદર્શન કરીને 106 રને જીત મેળવી છે. આ સાથે જ ભારતીય ટીમે આ સિરીઝમાં 1-1ની બરાબરી પણ કરી લીધી છે. હવે આગામી ત્રીજી ટેસ્ટ મેચ રાજકોટ ખાતે રમાવાની છે પરંતુ આ પહેલા રાહુલ દ્રવિડે એક અન્ય મહત્વના સમાચાર પણ આપ્યા છે.

બીજી ટેસ્ટ મેચની શરૂઆતમાં જ આપણે જોયું હતું કે ભારત પાસે પ્રથમ દાવ બાદ 143 રનની લીડ મેળવી હતી. ત્યારબાદ ઇંગ્લેન્ડને છેલ્લે મેચ જીતવા 399 રનની જરૂર હતી પરંતુ તેઓ 292 રન જ બનાવી શક્યા હતા. આ મેચમાં ભારતીય ટીમના ઘણા ખેલાડીઓ સફળ રહ્યા છે પરંતુ ઘણા ખેલાડીઓ ખરાબ ફોર્મમાં પણ જોવા મળ્યા છે. જેથી હવે ત્રીજી મેચમાં રાહુલ દ્રવિડ આ બે બદલાવો સાથે મેદાને ઉતરશે.

રાહુલ દ્રવિડે તાજેતરમાં જ ઇન્ટરવ્યૂ દરમિયાન જણાવ્યું હતું કે ભારતને બીજી મેચમાં જીત મળી છે પરંતુ ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે. બીજી તરફ પ્રથમ મેચમાં હાર પણ મળી હતી. ઘણા ખેલાડીઓ ખરાબ ફોર્મમાં જોવા મળ્યા હતા. આવી સ્થિતિમાં હવે બદલાવો કરવામાં આવશે તે નક્કી છે. તો ચાલો આપણે જાણીએ કે કોને સ્થાન આપવામાં આવશે અને કોને બહાર કરવામાં આવશે.

સૌપ્રથમ વાત કરીએ તો ભારતીય સ્ટાર બેટ્સમેન રજત પાટીદાર બહાર થઈ શકે છે. બીજી મેચમાં તેને સોનેરી તક આપવામાં આવી પરંતુ તે સફળ સાબિત થયો નથી. આ ઉપરાંત તે ઘણી ભૂલો કરતો જોવા મળ્યો હતો. બીજી તરફ રાહુલની હવે વાપસી થવાની છે. તે ઇજા માંથી સંપૂર્ણપણે ફિટનેસ મેળવી ચૂક્યો છે. જેથી રજત પાટીદારને બહાર કરીને રાહુલને ફરી એક વખત સ્થાન આપવામાં આવશે.

આ ઉપરાંત ભારતીય ફાસ્ટ બોલર મુકેશ કુમાર ફરી એક વખત બહાર થઈ શકે છે. મુકેશ કુમાર હાલમાં બીજી મેચમાં કંઈ ખાસ કરી શક્યો નથી. બીજી તરફ રવિન્દ્ર જાડેજાની વાપસી થવાની છે. જેથી તે એન્ટ્રી કરતો જોવા મળશે. આ બે મોટા બદલાવો સાથે રોહિત શર્મા ત્રીજી મેચમાં મેદાને જોવા મળશે. હાલમાં તમામ ખેલાડીઓ રાજકોટ પહોંચી ચૂક્યા છે અને પ્રેક્ટિસ કરતા જોવા મળ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *