રોહિતે કહ્યું- કાળી માટીની પીચ હોવાથી શુભમન ગિલ સહિત આ 3 નવા ખેલાડીઓને આજે મળશે સ્થાન…

ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે આવતીકાલે ત્રીજી અને છેલ્લી ટી-20 મેચ રમાવાની છે. આ મેચનું આયોજન બેંગ્લોર ખાતે કરવામાં આવ્યું છે. તમામ ખેલાડીઓ બેંગ્લોર આવી પહોંચ્યા છે અને પ્રેક્ટિસ કરતા જોવા મળ્યા છે. પ્રથમ બંને મેચોમાં ભારતીય ટીમે જીત મેળવી હતી. હવે ત્રીજી મેચમાં પણ જીત મેળવે તેવી આશા રહેલી છે. આ પહેલાં રોહિતે એક મહત્વપૂર્ણ બાબત જણાવી છે.

રોહિતે તાજેતરમાં ઇન્ટરવ્યૂ દરમિયાન જણાવ્યું હતું કે પ્રથમ બંને મેચોમાં ઘણા ભારતીય ખેલાડીઓ સફળ રહ્યા છે પરંતુ ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. બીજી તરફ વર્લ્ડકપને ધ્યાનમાં રાખીને દરેક ખેલાડીઓને સ્થાન મળે તે જરૂરી છે. જેથી પીચના આધારે ઘણા બદલાવો થશે. આ ઉપરાંત ઘણા નવા ચહેરાઓને સ્થાન મળશે. તો ચાલો આપણે જાણીએ કે કોને કોને સ્થાન આપવામાં આવી શકે છે.

સૌપ્રથમ વાત કરીએ તો ભારતીય સ્ટાર વિકેટકીપર બેટ્સમેન સંજુ સેમસનને આવતીકાલે મેદાને ઉતારવામાં આવી શકે છે. પ્રથમ બંને મેચોમાં જીતેશ શર્માને તક આપવામાં આવી પરંતુ તે ફાયદો ઉઠાવી શક્યો નહીં. તે કંઈ ખાસ કમાલ કરી શક્યો નહીં. આ પહેલા પણ તે આવી રીતે તકનો ફાયદો ઉઠાવવામાં નિષ્ફળ રહ્યો હતો. એવી સ્થિતિમાં હવે સંજુને મહત્વની સોનેરી તક આપવામાં આવી શકે છે.

આ ઉપરાંત ભારતીય સ્ટાર ઓલ રાઉન્ડર વોશિંગ્ટન સુંદરને પણ બહાર કરવામાં આવી શકે છે. તે પણ બોલિંગમાં નિષ્ફળ સાબિત થતો આવ્યો છે. તેના સ્થાને કુલદીપ યાદવને મુખ્ય સ્પીનર તરીકે મેદાને ઉતારવામાં આવી શકે છે. પ્રથમ બંને મેચોમાં તે જોવા મળ્યો નહોતો પરંતુ હાલમાં જ તે પ્રેક્ટિસ કરતો જોવા મળ્યો છે. જેથી ત્રીજી મેચમાં તેને રમવાની સોનેરી તક આપવામાં આવી શકે છે.

આ બંને ખેલાડીઓ ઉપરાંત શુભમન ગીલને ફરી એક વખત કોમ્બિનેશનમાં સેટ કરવામાં આવશે. તે નંબર ત્રણ પર બેટિંગ કરતો જોવા મળી શકે છે. આવી સ્થિતિમાં કોહલી નંબર ચાર પર મેદાને ઉતરી શકે છે. આ મજબૂત કોમ્બિનેશન બનાવીને રોહિત શર્મા ત્રીજી મેચમાં જીત મળે તે ઇરાદે મેદાને જોવા મળશે. હાલમાં જ આ સમગ્ર મામલો જાણવા મળ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *