આફ્રિકા સામેની વન-ડે સિરીઝમાંથી રોહિત થયો બહાર! કોહલી નહીં પરંતુ આ ઘાતક ખેલાડી બન્યો કેપ્ટન…
ભારતીય ટીમ હાલમાં સાઉથ આફ્રિકા પ્રવાસ પર ત્રણ ટેસ્ટ મેચોની સીરીઝ રહી છે. જેમાં ભારતીય ટીમે પ્રથમ ટેસ્ટ મેચમાં ભવ્ય વિજય મેળવ્યો છે. ત્રણ ટેસ્ટ મેચ પૂર્ણ થયા બાદ 19 જાન્યુઆરીથી ત્રણ વન-ડે મેચોની સીરીઝ શરૂ થવાની છે. તાજેતરમાં જ વન-ડે સિરીઝ માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે.
આફ્રિકા પ્રવાસ શરૂ થાય તે પહેલા ભારતીય ઓપનિંગ બેટ્સમેન રોહિત શર્મા પ્રેક્ટિસ સેશન દરમિયાન ઈજાગ્રસ્ત થયો હતો. આફ્રિકા સામેની ટેસ્ટ સીરીઝમાંથી તે બહાર થયો હતો. ત્યાર બાદ હવે વન-ડે સિરીઝમાંથી પણ તે બહાર થયો છે. બીસીસીઆઇના અધ્યક્ષે જણાવ્યું કે રોહિત શર્માને આ સિરીઝ દરમિયાન આરામ આપવામાં આવશે.
રોહિત શર્માને તાજેતરમાં જ વન-ડે ફોર્મેટમાં ભારતીય ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. પરંતુ આફ્રિકા સામેની વન-ડે સિરીઝમાં તે બહાર થયો હોવાથી તેના સ્થાને આ ઘાતક ખેલાડીને કેપ્ટનશિપ સોંપવામાં આવી છે. આ ખેલાડીએ ભારતીય ટીમના ભવિષ્ય તરીકે જોવામાં આવે છે. તેથી તેને કેપ્ટનની જવાબદારી સોંપવામાં આવી છે. તો ચાલો જાણીએ તે કોણ છે.
તમને જણાવી દઇએ કે તાજેતરમાં આફ્રિકા સામેની ટેસ્ટ સિરીઝમાં રોહિત શર્માની ગેરહાજરીમાં કેએલ રાહુલને વાઇસ કેપ્ટન બનાવવામાં આવ્યો હતો અને હવે તેને રોહિત શર્માની ગેરહાજરીમાં વન-ડે ફોર્મેટમાં કેપ્ટન બનાવવામાં આવ્યો છે. કેએલ રાહુલ પોતાની તોફાની બેટિંગથી ટીમ ઇન્ડિયા માટે ઘણી મેચો જીતી છે. હાલ આફ્રિકા સામેની ટેસ્ટ સીરીઝમાં રાહુલ વાઇસ કેપ્ટનની જવાબદારી સંભાળી રહ્યો છે.
ભારતીય ટીમનો સ્ટાર બેટ્સમેન કેએલ રાહુલ આ પહેલા પણ કેપ્ટનશીપ કરી ચૂક્યો છે. આઇપીએલમાં પણ તે પંજાબ કિંગ્સની કેપ્ટનશીપ કરતો આવ્યો છે. તે બોલિંગમાં ખૂબ જ સારી રીતે ફેરફાર કરી શકે છે. આ ઉપરાંત ઝડપી નિર્ણય લઇને મેચ પલટો કરી શકે છે. આ ખેલાડી મહેન્દ્રસિંહ ધોનીની જેમ કેપ્ટનશીપમાં માહેર સાબિત થઇ શકે છે.
રાહુલે ભારત માટે 41 ટેસ્ટ મેચમાં 2467 રન બનાવ્યા છે, જેમાં સાત સદી સામેલ છે. આ ઉપરાંત 48 વનડે મેચોમાં 1509 રન બનાવ્યા છે. રાહુલની લાંબી સિકસર મારવાની કળાથી દરેક લોકો વાકેફ છે. આ ખેલાડીએ એકલા હાથે ભારતને ઘણી મેચો જિતાડી છે. તાજેતરમાં જ આફ્રિકા સામેની પ્રથમ ટેસ્ટ મેચમાં સદી ફટકારીને શાનદાર પ્રદર્શન કર્યું હતું.