રોહિતે કરી મોટી ભૂલ, અક્ષર પટેલ સહિત આ 3 ખેલાડીઓને ફરીવાર કર્યા બહાર…

રોહિત શર્માની આગેવાની હેઠળ ભારતીય ક્રિકેટ ટીમ હાલમાં ઇંગ્લેન્ડ સામે ચોથી ટેસ્ટ મેચ રમી રહી છે. છેલ્લા બે દિવસથી આ મેચ માટે પ્રેક્ટિસ કરવામાં આવી હતી. હાલમાં બંને ટીમોના ખેલાડીઓ દ્વારા શરૂઆતમાં જ દબાણ બનાવવાના પ્રયત્નો પણ કરવામાં આવી રહ્યા છે. બંને ટીમોના કેપ્ટનોએ મહત્વનું અપડેટ પણ આપ્યું છે. જેમાં રોહિતે ઘણી ભૂલો કરી હોય તેવું કહી શકાય છે.

સંપૂર્ણ મેચની વાત કરીએ તો ઇંગ્લેન્ડના કેપ્ટન દ્વારા ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જેથી તેઓ પ્રથમ બેટિંગ કરી રહ્યા છે. રોહિતે ફરી એક વખત આ મેચમાંથી આ ત્રણ સુપરસ્ટાર ખેલાડીઓને બહાર કર્યા છે. તેઓને આ મેચમાં તક મળવી ખૂબ જરૂરી હતી પરંતુ સ્થાન મળ્યું નથી. તો ચાલો આપણે જાણીએ કે આ ખેલાડીઓ કોણ કોણ છે.

સૌપ્રથમ વાત કરીએ તો અક્ષર પટેલને ફરી એક વખત બહાર કરવામાં આવ્યો છે. અક્ષર પહેલેથી જાડેજા અને અશ્વિનની જેમ બોલિંગ અને બેટિંગ બંનેમાં મહત્વપૂર્ણ રહે છે. તે કોઈ પણ સમયે ગેમ પલટો કરવાની તાકાત ધરાવે છે. અત્યાર સુધી તે ઘણી વિકેટો લઈ ચૂક્યો છે પરંતુ હાલમાં તેને ચોથી મેચમાંથી પણ બહારનો રસ્તો બતાવવામાં આવ્યો છે. તેના માટે આ એક ખરાબ સમાચાર ગણી શકાય છે.

આ ઉપરાંત બુમરાહ ન હોવાના કારણે મુકેશ કુમારને સ્થાન મળવું જરૂરી હતું પરંતુ તેને પણ સામેલ કરવામાં આવ્યો નથી. હાલમાં તે ઘણી વિકેટો લેતો જોવા મળ્યો છે. ભારતીય ટીમમાં સ્થાન ન મળતા તેને રણજી ટ્રોફીમાં પણ ધમાલ મચાવી હતી. હાલમાં તેની વાપસી થઈ પરંતુ તેને રમવાની તક આપવામાં આવી નથી. આવી સ્થિતિમાં તે પણ બલીનો બકરો બન્યો હોય તેવું કહી શકાય છે.

આ બંને ખેલાડીઓ ઉપરાંત દેવદત્ત પડીક્કલને પણ સામેલ કરવામાં આવ્યો નથી. રજત પાટીદાર સતત નિષ્ફળ જઈ રહ્યો છે પરંતુ તેને ફરી એક વખત સ્થાન આપવામાં આવ્યું છે અને દેવદત્તને અવગણવામાં આવ્યો છે. આ પણ મોટી ભૂલ ગણી શકાય છે કારણ કે રજત પાટીદાર હજુ સુધી પોતાનું બળ બતાવી શક્યો નથી છતાં પણ તેને સતત સ્થાન મળી રહ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *