રોહિતે કરી મોટી ભૂલ, અક્ષર પટેલ સહિત આ 3 ખેલાડીઓને કર્યા બહાર…

ભારતીય ક્રિકેટ ટીમ હાલમાં રોહિત શર્માની આગેવાની હેઠળ રાજકોટના સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ ખાતે ઇંગ્લેન્ડ સામે ત્રીજી ટેસ્ટ મેચ રમી રહી છે. પ્રથમ બંને મેચો પૂર્ણ થયા બાદ બંને ટીમો દ્વારા ત્રીજી મેચની શરૂઆતમાં જ ધારદાર પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. આ મેચ ઘણી મહત્વની સાબિત થશે. મેચ શરૂ થતાની સાથે જ રોહીતે એક મહત્વના સમાચાર પણ આપ્યા છે.

સમગ્ર મેચની વાત કરીએ તો ભારતીય કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. તેણે ટોસ સમયે જણાવ્યું હતું કે પીચને ધ્યાનમાં રાખીને આ મેચમાં ઘણા બદલાવો કરવામાં આવ્યા છે. તેણે એક મોટી ભૂલ પણ કરી છે. અક્ષર પટેલ સહિત આ ત્રણ ખેલાડીઓને તેણે બહારનો રસ્તો પણ બતાવ્યો છે. તો ચાલો જાણીએ ખેલાડીઓ કોણ કોણ છે.

સૌપ્રથમ વાત કરીએ તો ભારતીય સ્ટાર ઓલ રાઉન્ડર અક્ષર પટેલને બહારનો રસ્તો બતાવવામાં આવ્યો છે. રવિન્દ્ર જાડેજાના આવતાની સાથે જ તેને સ્થાન આપવામાં આવ્યું નથી. અક્ષર પટેલ પહેલેથી બેટિંગ અને બોલિંગ બંનેમાં રાજકોટ ખાતે ઘણો સફળ રહી ચૂક્યો છે પરંતુ તેને ત્રીજી મહત્વની મેચમાં સ્થાન આપવામાં આવ્યું નથી. આ એક ખરાબ બાબત પણ ગણી શકાય છે .

આ ઉપરાંત ભારતીય સ્ટાર વિકેટકીપર બેટ્સમેન કેએસ ભરતને પણ બહાર કરવામાં આવ્યો છે. તે છેલ્લા ઘણા સમયથી રન બનાવવામાં નિષ્ફળ રહ્યો છે પરંતુ તેની પાસે ઘણો અનુભવ છે.તે કોઈ પણ સમયે ધડાકો કરી શકે છે. આ ઉપરાંત વિકેટ કીપિંગમાં પણ તે ઘણો સફળ રહ્યો છે પરંતુ હાલમાં તેને બહાર કરીને ડોમેસ્ટિક ક્રિકેટમાં રમી રહેલ ધ્રુવને સ્થાન આપવામાં આવ્યું છે.

આ બંને ખેલાડીઓ ઉપરાંત ભારતીય ફાસ્ટ બોલર મુકેશ કુમારને પણ બહાર કરવામાં આવ્યો છે. મુકેશ અત્યાર સુધી ભારત માટે ઘણો મહત્વનો રહ્યો છે પરંતુ બુમરાહના આવતાની સાથે જ તેને બહાર બેસવું પડ્યું છે. આ ત્રણ ખેલાડીઓને બહાર કરીને રોહિતે આખી ટીમ બદલી નાખી હોય તેવું કહી શકાય છે. ચોથી અને પાંચમી મેચ પણ ઘણી મહત્વની રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *