રોહિત-કોહલી બહાર, ICCએ જાહેર કરી ટેસ્ટ ટીમ ઓફ ધ યર 2023, જાણો કોને કોને મળ્યું સ્થાન….

ભારતીય ક્રિકેટ ટીમ 25 જાન્યુઆરીથી ઘર આંગણે ઇંગ્લેન્ડ સામે પાંચ મેચોની ટેસ્ટ સીરીઝ રમવાની છે. થોડા સમય પહેલા ભારતીય ટીમ સાઉથ આફ્રિકા પ્રવાસ પર બે મેચોની ટેસ્ટ સીરીઝ રમતી જોવા મળી હતી. આ સિરીઝમાં ઘણી મુશ્કેલીઓ થઈ હતી. આવી સ્થિતિમાં ઇંગ્લેન્ડ સામેની સિરીઝમાં ઘણા નવા ચહેરાઓને સ્થાન મળ્યું છે. આ ઉપરાંત હાલમાં એક અન્ય સમાચાર પણ સામે આવ્યા છે.

ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ દ્વારા તાજેતરમાં જ સર્વશ્રેષ્ઠ ટેસ્ટ ટીમની જાહેરાત કરવામાં આવી છે. ગયા વર્ષે સારું પ્રદર્શન કરનારા ઘણા ખેલાડીઓને તેઓમાં સ્થાન આપવામાં આવ્યું છે. આ ટીમમાં રોહિત અને કોહલી જવા ખેલાડીઓને બહારનો રસ્તો બતાવવામાં આવ્યો છે. તો ચાલો આપણે સમગ્ર ટીમ પર એક વખત નજર કરીએ અને જાણીએ કે કોને કોને સ્થાન આપવામાં આવ્યું છે.

સૌપ્રથમ બેટિંગ લાઇનની વાત કરીએ તો સ્ટાર બેટ્સમેન ઉસ્માન ખ્વાજા, કેન વિલિયમસન, જો રૂટ, ટ્રેવિસ હેડ અને દિમુથ કરુણા રત્નેને સ્થાન આપવામાં આવ્યું છે. આ તમામ ખેલાડીઓએ ગયા વર્ષે ઘણા રન બનાવ્યા હતા. આ ઉપરાંત વિકેટકીપરની વાત કરીએ તો ઓસ્ટ્રેલિયન સ્ટાર વિકેટકીપર બેટ્સમેન એલેક્સ કેરીને પસંદ કરવામાં આવ્યો છે. તે પણ જબરદસ્ત પ્રદર્શન કરતો જોવા મળ્યો હતો.

ઓલ રાઉન્ડર ખેલાડીઓની વાત કરીએ તો સ્પીન ઓલ રાઉન્ડર તરીકે રવિન્દ્ર જાડેજાની પસંદગી કરવામાં આવી છે. ભારતીય ટીમ માટે તે ગર્વની વાત કરી શકાય છે. આ ઉપરાંત રવિચંદ્રન અશ્વિનને પણ સ્થાન આપવામાં આવ્યું છે. આ ઉપરાંત પેટ કમિન્સને કેપ્ટન બનાવવામાં આવ્યો છે. તે બોલિંગ અને બેટિંગ બંનેમાં ગયા વર્ષે શાનદાર પ્રદર્શન કરતો જોવા મળ્યો હતો. જેથી તેની પણ પસંદગી થઈ છે.

ફાસ્ટ બોલીંગ લાઈનની વાત કરીએ તો મિચેલ સ્ટાર્ક અને સ્ટુઅર્ડ બ્રોડની પસંદગી કરવામાં આવી છે. ટેસ્ટ ફોર્મેટમાં આ બંનેના નામે પણ ઘણી વિકેટો છે. આવી સ્થિતિમાં તેઓને સ્થાન મળ્યું છે. રોહિત અને કોહલી જેવા સ્ટાર ખેલાડીઓ આ ટીમમાં જોવા મળ્યા નથી. ભારતીય ટીમમાંથી ફક્ત જાડેજા અને અશ્વિનને જ સ્થાન આપવામાં આવ્યું છે. હાલમાં જ આ જાહેરાત થઈ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *