રોહિત-કોહલી બહાર, BCCIએ તાત્કાલિક ઓસ્ટ્રેલિયા સામેની ટી-20 સિરીઝ માટે જાહેર કરી ટીમ, જાણો કોને મળ્યું સ્થાન…
ભારત સહિત વિશ્વની તમામ ક્રિકેટ ટીમો હાલમાં ભારત ખાતે વર્લ્ડ કપ 2023ની મેચો રમતી જોવા મળી હતી. આ વર્લ્ડ કપમાં ઓસ્ટ્રેલિયન ટીમે શાનદાર જીત મેળવી છે. હવે આગામી ટી-20 વર્લ્ડકપને ધ્યાનમાં રાખીને ફરી એક વખત સિરીઝની શરૂઆત થશે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 23 નવેમ્બરથી પાંચ મેચોની ટી-20 સિરીઝ રમાવાની છે. આ બાબતે હાલમાં મહત્વની જાહેરાત થઈ છે.
આગામી વર્લ્ડકપને ધ્યાનમાં રાખીને અત્યારથી જ ઘણા નવા ચહેરાઓને સ્થાન મળે તે માટે ઘણા સિનિયર ખેલાડીઓને બહારનો રસ્તો પણ બતાવવામાં આવ્યો છે. ઓસ્ટ્રેલિયા સામેની ટી-20 સિરીઝમાં રોહિત અને કોહલી જેવા ખેલાડીઓને બહાર કર્યા છે. હાલમાં જ આ જાહેરાત કરવામાં આવી છે. તો ચાલો આપણે સમગ્ર ટીમ પર એક નજર કરી અને જાણીએ કે કોને કોને સ્થાન આપવામાં આવ્યું છે.
સૌપ્રથમ બેટ્સમેનો ની વાત કરીએ તો ઋતુરાજ ગાયકવાડ, યશસ્વી જયસ્વાલ, તિલક વર્મા, રીન્કુ સિંહ અને સૂર્યકુમાર યાદવ જેવા ખેલાડીઓને સ્થાન આપવામાં આવ્યું છે. આ તમામ યુવા ખેલાડીઓ આગામી વર્લ્ડકપ માટે ખૂબ જ મહત્વના રહેવાના છે. વિકેટકીપર બેટ્સમેનોની વાત કરીએ તો ઈશાન કિશન અને જીતેશ શર્મા બંનેને સ્થાન આપવામાં આવ્યું છે. તેઓ માટે પણ આ સિરીઝ મહત્વની રહેશે.
ઓલ રાઉન્ડર ખેલાડીઓની વાત કરીએ તો સ્પીન ઓલ રાઉન્ડર તરીકે વોશિંગ્ટન સુંદર, અક્ષર પટેલ અને રવિ બિશ્નોઇનું નામ સામે આવ્યું છે. આ ઉપરાંત ફાસ્ટ ઓલ્ડ રાઉન્ડર તરીકે શિવમ દુબેને સ્થાન આપવામાં આવ્યું છે. આ બંને ખેલાડીઓ બોલિંગ અને બેટિંગ બંનેની જવાબદારી નિભાવતા જોવા મળશે. સ્પીન બોલિંગ તરીકેની મુખ્ય જવાબદારી અક્ષર પટેલને સોંપવામાં આવી છે.
ફાસ્ટ બોલીંગની વાત કરીએ તો અર્શદીપ સિંહ, પ્રસિદ્ધ કૃષ્ણા, આવેશ ખાન અને મુકેશ કુમારને સામેલ કરવામાં આવ્યા છે. તેઓ આગામી વર્લ્ડકપમાં બેકઅપ ઓપ્શન બની શકે છે. અત્યારથી તેઓને મજબૂત તૈયારીઓ કરવી પડશે. આ સિરીઝમાં સૂર્યકુમાર યાદવને કેપ્ટન અને ઋતુરાજ ગાયકવાડને વાઈસ કેપ્ટન બનાવવામાં આવ્યો છે.