રોહિત થયો ગુસ્સે, કહ્યું- શ્રેયસ નહીં ચાલે, 19 સદી ફટકારનાર આ ખેલાડીને ત્રીજી મેચમાં મળશે સ્થાન…

રોહિત શર્માની આગેવાની હેઠળ ભારતીય ક્રિકેટ ટીમ હાલમાં બીજી ટેસ્ટ મેચ રમી રહી છે. બીજી ટેસ્ટ મેચનો બીજો દિવસ આજે શરૂ થવાનો છે. હાલમાં તમામ ખેલાડીઓ પ્રેક્ટિસ રમી રહ્યા છે. આજનો દિવસ બંને ટીમોના તમામ ખેલાડીઓ માટે મહત્વપૂર્ણ સાબિત થશે તે પણ નક્કી છે. હાલમાં ભારતીય કેપ્ટન રોહિત શર્માએ એક મહત્વપૂર્ણ બદલા વિશે વાત પણ જણાવી છે.

બીજી ટેસ્ટ મેચની શરૂઆતમાં આપણે જોયું હતું કે ભારતે પ્રથમ બેટિંગ કરીને પ્રથમ દિવસે 336 રનનો મોટો સ્કોર બનાવ્યો છે. ભારતીય ટીમ હજુ પણ મોટા સ્કોર તરફ આગળ વધી રહી છે. આ મેચમાં ઘણા ખેલાડીઓ સફળ રહ્યા પરંતુ શ્રેયસ ફરી એક વખત નિષ્ફળ સાબિત થયો છે. તે માત્ર 27 રન બનાવીને આઉટ થયો છે. જેથી રોહીતે તાત્કાલિક તેને બહાર કરીને આ ખેલાડીને સામેલ કરવાનો નિર્ણય લીધો છે.

તાજેતરમાં મળેલ રિપોર્ટ અનુસાર શ્રેયસના સ્થાને હવે 19 સદી ફટકારનાર આ ખેલાડીને સામેલ કરવામાં આવશે. તે અત્યાર સુધી ભારત માટે ઘણા કમાલ કરી ચૂક્યો છે. તે એકલા હાથે મેચ પણ જીતાડી ચૂક્યો છે. તેની પાસે ઘણો અનુભવ પણ છે. બીજી તરફ તે ઘર આંગણે ઘાતક પ્રદર્શન કરવાની તાકાત ધરાવે છે. તો ચાલો આપણે જાણીએ કે આ ભારતીય સ્ટાર ખેલાડી કોણ છે.

તમને જણાવી દઈએ કે તાજેતરમાં મળેલ રિપોર્ટ અનુસાર ચેતેશ્વર પુજારા ફરી એક વખત ટીમમાં વાપસી કરી શકે છે. તે અત્યાર સુધી ભારત માટે 19 સદી ફટકારી ચૂક્યો છે. આ ઉપરાંત ત્રણ બેવડી સદી ફટકારી ચૂક્યો છે. તેના નામે ઘણા મોટા રેકોર્ડ પણ છે. બીજી તરફ હાલમાં તે ડોમેસ્ટિક ક્રિકેટમાં ધારદાર બેટિંગ કરી રહ્યો છે. તેને ફરી એક વખત વાપસી કરવાની તક આપવામાં આવશે તેવા અહેવાલો સામે આવ્યા છે.

ચેતેશ્વર પુજારા ઉપરાંત અજિંક્ય રહાણેને પણ સામેલ કરવામાં આવી શકે છે. ત્રીજી, ચોથી અને પાંચમી મેચ ભારતીય ટીમ માટે ખૂબ જ અગત્યની છે. હજુ સુધી આ ટીમ માટે ખેલાડીઓની જાહેરાત કરવામાં આવી નથી પરંતુ હજુ પણ મેનેજમેન્ટ ટીમ કોને સ્થાન આપવું તે બાબતે ગંભીર ચર્ચા કરી રહી છે. આગામી સમયમાં આ બાબતે અપડેટ આપવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *