રોહિતને લાગ્યો ઝટકો, રવિન્દ્ર જાડેજા સહિત આ 3 ઘાતક ખેલાડીઓ ત્રીજી મેચમાંથી થયા બહાર…

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે તાજેતરમાં વિશાખાપટ્ટનમ ખાતે બીજી ટેસ્ટ મેચ રમાઈ રહી છે. આ મેચ છેલ્લે સુધી કટોકટીમાં જોવા મળી શકે છે. બંને ટીમો અત્યારથી જ મેચ જીતવાના પ્રયત્નો કરતી જોવા મળી છે. આ મેચ પૂર્ણ થયા બાદ ત્રીજી ટેસ્ટ મેચ રમાવાની છે. આ મેચ પણ ઘણી મહત્વની સાબિત થાય તેમ છે પરંતુ આ પહેલા એક અન્ય અગત્યના સમાચાર સામે આવ્યા છે.

છેલ્લા ઘણા સમયથી ભારતીય ટીમમાં ઘણા બદલવો જોવા મળ્યા છે. બેટિંગ લાઇનમાં પણ ઘણા ખેલાડીઓની ગેરહાજરી જોવા મળી છે. તાજેતરમાં આ બાબતે મોટું અપડેટ આવ્યું છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ દ્વારા એક મહત્વપૂર્ણ જાણકારી આપતા જણાવવામાં આવ્યું છે કે કોહલી સહિત આ ત્રણ ખેલાડીઓ ત્રીજી મેચની પણ બહાર થશે. તો ચાલો જાણીએ ખેલાડીઓ કોણ કોણ છે.

સૌપ્રથમ વાત કરીએ તો ભારતીય પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી પ્રથમ બંને મેચોમાં જોવા મળ્યો નથી અને હવે ત્રીજી મેચમાં પણ જોવા મળશે નહીં. હાલમાં જ તેની સાથે વાતચીત થઈ છે. બીસીસીઆઈ દ્વારા તેને રમવાનું કહેવામાં આવ્યું છે પરંતુ તે હજુ પણ પારિવારિક કારણોસર રમી શકે તેમ નથી. જેથી તેને રમવાની ના કહી છે. આવી સ્થિતિમાં તે ત્રીજી મેચમાં પણ બેટિંગ કરતો જોવા મળશે નહીં તે નક્કી છે.

આ ઉપરાંત ભારતીય સ્ટાર ઓલ રાઉન્ડર રવિન્દ્ર જાડેજા પણ ત્રીજી મેચમાં જોવા મળશે નહીં. પ્રથમ ટેસ્ટ મેચમાં તે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. હજુ પણ તે ઇજા માંથી સ્વસ્થ થયો નથી. મેડિકલ ટીમ તેના પર સતત નજર રાખી રહી છે. હાલમાં તેની ફિટનેસ સાથે કોઈ છેડછાડ કરવામાં આવશે નહીં. જેથી તેને ત્રીજી મેચ માંથી પણ બહાર રાખવામાં આવ્યો છે. આ એક અગત્ય પૂર્ણ જાહેરાત ગણી શકાય છે.

આ બંને ખેલાડીઓ ઉપરાંત ભારતીય સ્ટાર બેટ્સમેન કે એલ રાહુલ પણ ત્રીજી મેચમાં રમી શકે તેમ નથી. હાલમાં જ તેના રિપોર્ટ કરવામાં આવ્યા હતા પરંતુ તે સ્વસ્થ થયો નથી. જેથી તે રમી શકે તેમ નથી. આ ત્રણેય ખેલાડીઓ વગર ભારતીય ટીમ ફરી એક વખત બદલાયેલી જોવા મળશે. આગામી ત્રણેય મેચો તમામ ખેલાડીઓ માટે ખૂબ અગત્યની રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *