રોહિતને લાગ્યો મોટો ઝટકો, અચાનક આ સ્ટાર બેટ્સમેન દગો કરીને ભાગ્યો પોતાના ઘેર, પ્રથમ બંને મેચોમાં રમવાનો કર્યો ઇનકાર…

ભારતીય ક્રિકેટ ટીમ રોહિત શર્માની આગેવાની હેઠળ 25 જાન્યુઆરીથી ઇંગ્લેન્ડ સામે ઘર આંગણે પાંચ મેચોની ટેસ્ટ સીરીઝ રમવાની છે. આ સિરીઝની પ્રથમ મેચ હૈદરાબાદ ખાતે યોજવામાં આવી છે. હાલમાં તમામ ભારતીય ખેલાડીઓ હૈદરાબાદ ખાતે આવી પહોંચ્યા છે અને છેલ્લા બે દિવસથી પ્રેક્ટિસ કરતા જોવા મળ્યા છે. આ ઉપરાંત હાલમાં એક ખરાબ સમાચાર પણ સામે આવ્યા છે.

ભારતીય કેપ્ટન રોહિત શર્મા ભવિષ્યને ધ્યાનમાં રાખીને અત્યારથી જ બેટિંગ અને બોલિંગ બંને લાઈન મજબૂત બને તે માટે અલગ અલગ ખેલાડીઓને સ્થાન આપી રહ્યો છે. બીજી તરફ દરેક ખેલાડીઓને તે યોગ્ય ક્રમ પર સેટ પણ કરી રહ્યો છે પરંતુ એક પછી એક મુશ્કેલીઓ આવી રહી છે. ખેલાડીઓની ઇજાને કારણે ઘણી મુશ્કેલી આવી હતી અને તાજેતરમાં પણ આવો જે ગંભીર કિસ્સો સામે આવ્યો છે.

તાજેતરમાં મળેલ રિપોર્ટ અનુસાર ભારતીય ટીમનો આ ઘાતક બેટ્સમેન અચાનક જ ટીમને છોડીને પોતાના ઘેર પહોંચ્યો છે. તે પ્રથમ બંને મેચોમાં રમતો જોવા મળશે નહીં તેવા સમાચાર આવ્યા છે. પોતાના અંગત કારણોસર તેણે આવો નિર્ણય લીધો હોય તેવું જાણવા મળ્યું છે. જેના કારણે ટીમને ઘણું મોટું નુકસાન પણ થયું છે. તો ચાલો આપણે જાણીએ કે આ ભારતીય સ્ટાર બેટ્સમેન કોણ છે.

તમને જણાવી દઈએ કે ભારતીય સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી પ્રથમ બંને મેચોમાંથી બહાર થયો છે. થોડા દિવસો પહેલા તેણે બીસીસીઆઈ પાસે પ્રથમ બંને મેચોમાંથી રજા માંગી હતી. હાલમાં આ રજા મંજૂર કરવામાં આવી છે. જેથી પ્રથમ બંને મેચોમાં તે જોવા મળશે નહીં તે નક્કી છે. હાલમાં જ સમગ્ર મામલો સામે આવતા રોહિત શર્માની ચિંતામાં પણ વધારે જોવા મળ્યો છે.

વિરાટ કોહલી અત્યાર સુધી નંબર ત્રણ પર બેટિંગ કરીને ઘણો મહત્વનો રહ્યો છે. તે ભારતીય ટીમ માટે દીવાલ સમાન છે પરંતુ હવે તે જોવા મળશે નહીં. જેથી ફરી એક વખત નવો ખેલાડી મેદાને જોવા મળશે. હાલમાં જ મામલો સામે આવતા ચિંતામાં વધારો થયો છે. આ સિરીઝ બંને ટીમોના તમામ ખેલાડીઓ માટે ખૂબ જ અગત્ય પૂર્ણ સાબિત થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *