રોહિતને મળ્યો સેહવાગ જેવો ઘાતક ઓપનર, રાહુલની જરૂર નથી આ ખેલાડી જીતાડશે વર્લ્ડકપ…
ભૂતકાળની વાત કરીએ તો ભારતીય ટીમમાં સુનિલ ગાવસ્કર, સચિન તેંડુલકર, વીરેન્દ્ર સેહવાગ, ગૌતમ ગંભીર, મહેન્દ્રસિંહ ધોની જેવા દિગ્ગજ બેટ્સમેનોએ ભારતીય ક્રિકેટમાં સારું પ્રદર્શન કરીને વિશ્વભરમાં વર્લ્ડ રેકોર્ડ નોંધાવ્યા છે. ભારતના પૂર્વ ઓપનર બેટ્સમેન વીરેન્દ્ર સેહવાગે પોતાની ઘાતક બેટિંગથી ટીમ ઇન્ડિયાને ઘણી મેચો જીતાડી છે. સેહવાગની નિવૃત્તિ પછી ભારતીય ટીમમાં તેની જેવો એક પણ બેટ્સમેન રહ્યો નહોતો.
ટી-20 વર્લ્ડકપ 2021 અને સાઉથ આફ્રિકા પ્રવાસ દરમિયાન મળેલી હાર બાદ ભારતીય ટીમ હાલમાં શ્રીલંકા સામેની ત્રણ મેચોની ટી-20 સિરીઝ રમી રહી છે. રોહિત શર્મા કેપ્ટનશીપ હેઠળ ભારતીય ટીમ સતત જીત મેળવી રહી છે. આ ઉપરાંત છેલ્લા ઘણા સમયથી ભારતીય બેટ્સમેનો અને બોલરો પણ જબરદસ્ત પ્રદર્શન કરી રહ્યા છે.
હાલમાં શ્રીલંકા સામે રમાઇ રહેલી ત્રણ મેચોની ટી-20 સિરીઝમાં ભારતીય કેપ્ટન રોહિત શર્માએ આ ઘાતક ખેલાડીને ટીમમાં ઓપનર તરીકે સ્થાન આપ્યું છે. આ પહેલા પણ વેસ્ટ ઇન્ડીઝ સામેની સિરીઝમાં તેને તક આપતા જબરદસ્ત પ્રદર્શન કર્યું હતું. તે પોતાની ઘાતક બેટિંગથી જબરદસ્ત પ્રદર્શન કરી રહ્યો છે. તો ચાલો જાણીએ આ ખેલાડી કોણ છે.
તમને જણાવી દઇએ કે ભારતીય બેટ્સમેન ઇશાન કિશન છેલ્લા ઘણા સમયથી હિટમેન સાબિત થઇ રહ્યો છે. આ ખેલાડીમાં પૂર્વ બેટ્સમેન વીરેન્દ્ર સેહવાગની ઝલક દેખાઇ રહી છે. વેસ્ટ ઇન્ડીઝ સામેની સિરીઝમાં તે કઇ ખાસ પ્રદર્શન કરી શક્યો નહીં. પરંતુ શ્રીલંકા સામેની પ્રથમ ટી-20 મેચમાં તેણે રોહિત શર્મા સાથે 111 રનની ભાગીદારી નોંધાવી હતી.
ઇશાન કિશન આઇપીએલમાં પણ જબરદસ્ત પ્રદર્શન કર્યું હતું. તેને હાલમાં યોજાયેલ મેગા ઓક્શનમાં મુંબઇ ઇન્ડિયન્સ દ્વારા સૌથી વધારે બોલી લગાવીને ખરીદવામાં આવ્યો છે. આ ખેલાડી પર મેગા ઓક્શનમાં સૌથી મોટી બોલી લગાવવામાં આવી હતી. ગત સિઝનમાં પણ તેને જબરદસ્ત બેટિંગથી લોકોના દિલ જીતી લીધા હતા.
ઇશાન કિશન તેના આક્રમક અને લાંબા શોર્ટ્સ માટે પ્રખ્યાત છે. વિરોધી ટીમ સામે કઇ રીતે ટકી રહેવું તે બાબતમાં ઇશાન કિશન માહેર છે. તે ક્રિઝ પર આવતાની સાથે જ વિરોધી ટીમની બોલિંગ પર હુમલો કરે છે. આ ખેલાડી લાંબા સમય માટે ભારતીય ટીમનો કાયમી બેટ્સમેન પણ બની શકે છે. ઇશાન કિશનને ભારતીય ટીમનું ભવિષ્ય માનવામાં આવે છે.