રોહિતે આપ્યા ખરાબ સમાચાર, આ 2 ગુજરાતી ખેલાડીઓ ત્રીજી ટેસ્ટમાંથી થયા બહાર, જણાવ્યું ચોંકાવનારૂ…

રોહિત શર્માની આગેવાની હેઠળ ભારતીય ક્રિકેટ ટીમ હાલમાં ઇંગ્લેન્ડ સામે બીજી ટેસ્ટ મેચ રમી રહી હતી. આ મેચમાં ભારતીય ટીમે સારું પ્રદર્શન કરીને જબરદસ્ત વિજય મેળવ્યો છે. આ સાથે જ આ સિરીઝમાં 1-1ની બરાબરી પણ કરી લીધી છે. હવે આવનારી ત્રીજી ટેસ્ટ મેચ રાજકોટ ખાતે રમાવાની છે પરંતુ આ પહેલા ભારતીય કેપ્ટન રોહિત શર્માએ એક ખરાબ સમાચાર પણ આપ્યા છે.

પ્રથમ બંને ટેસ્ટ મેચોમાં આપણે જોયું હતું કે ભારતીય ટીમના ઘણા ખેલાડીઓ ઇજાગ્રસ્ત થયા હતા. ઈજાને કારણે તેઓ રમી શક્યા ન હતા. છેલ્લા ઘણા સમયથી ખેલાડીઓની કારણે ભારતીય ટીમને ઘણું નુકસાન થયું છે. તાજેતરમાં ફરી એક વખત આવો જ એક અન્ય કિસ્સો સામે આવ્યો છે. રોહિત શર્માના જણાવ્યા અનુસાર આ 2 ગુજરાતી ખેલાડીઓ અચાનક ત્રીજી ટેસ્ટ મેચ માંથી બહાર થયા છે.

રોહિત શર્મા ઇન્ટરવ્યૂ દરમિયાન જણાવ્યું હતું કે મેચવિનર સાબિત થયેલ આ 2 ગુજરાતી ખેલાડીઓ 3જી ટેસ્ટ મેચમાં રમતો જોવા મળશે નહીં. હાલમાં તેઓ સારા ફોર્મમાં જોવા મળ્યો છે પરંતુ તેઓની ફિટનેસ ધ્યાનમાં રાખવી ખૂબ જરૂરી છે. આગામી ચોથી અને પાંચમી મેચ માટે તેઓને તૈયાર રાખવા પડશે. આવી સ્થિતિમાં ત્રીજી મેચમાં તેઓ જોવા મળશે નહીં. તો ચાલો જાણીએ કે આ ખેલાડી કોણ છે.

તમને જણાવી દઈએ કે ગુજરાતી ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ ત્રીજી મેચમાં જોવા મળશે નહીં. એક ફાસ્ટ બોલર તરીકે છેલ્લા ઘણા સમયથી તે સતત રમતો જોવા મળ્યો છે. બીજી મેચમાં સિરાજને આરામ આપવામાં આવ્યો હતો અને હવે ત્રીજી મેચમાં બુમરાહને બહાર રાખવામાં આવશે. બુમરાહ બીજી મેચમાં મેન ઓફ ધ મેચ બન્યો હતો. તેણે એકલા હાથે ગેમ પલટો કર્યો હતો પરંતુ હવે જોવા મળશે નહીં.

આ ઉપરાંત રવિન્દ્ર જાડેજા પણ રમતો જોવા મળશે નહીં. પ્રથમ ટેસ્ટ મેચમાં તે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. હજુ પણ તે આરામ કરી રહ્યો છે. જેથી ત્રીજી મેચમાં તે રમશે નહીં તે નક્કી છે. હાલમાં જ રોહિત શર્માએ આ બંને ખેલાડીઓ વિશે ખરાબ સમાચાર આપ્યા છે. ભારતીય ટીમ ફરી એક વખત બદલાયેલી જોવા મળશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *