રોહિત-દ્રવિડનું ટેન્શન થયું દૂર, ભારતને મળ્યો ધોની જેવો ઘાતક ખેલાડી, જે પોતાના દમ પર જીતાડશે ટી20 વર્લ્ડ કપ…

આઈપીએલ 2024માં હાલ તમામ ખેલાડીઓ શાનદાર પ્રદર્શન કરતા જોવા મળી રહ્યા છે કારણકે આ વર્ષે વેસ્ટ ઇન્ડીઝ ખાતે ટી20 વર્લ્ડ કપનું આયોજન કરવામાં આવ્યું છે. જેના માટે ભારતીય ટીમમાં સ્થાન મેળવવા હાલ તમામ ખેલાડીઓ આઈપીએલમાં તનતોડ મહેનત કરી રહ્યા છે.

આઈપીએલ પહેલા જ્યારે ભારતીય ટીમ રમી રહી હતી ત્યારે ટીમને ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો હતો. કારણકે ટીમના ઘણા બધા દિગ્ગજ ખેલાડી ઇજાગ્રસ્ત થયા હોવાના કારણે બહાર ચાલી રહ્યા હતા. પરંતુ હવે તમામ ખેલાડીઓ ફીટ જોવા મળી રહ્યા છે.

આઈપીએલ 2024ની વચ્ચે ટી20 વર્લ્ડ કપ 2024 માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવશે. તમને જણાવી દઈએ કે આઇપીએલના પ્રદર્શનને જોતા ખેલાડીઓની નિમણૂક કરવામાં આવી શકે છે. જેથી આઈપીએલમાં જે ખેલાડીઓ સારું પ્રદર્શન કરશે તેને સ્થાન મળશે તે નિશ્ચિત છે.

તમને જણાવી દઈએ કે ગયા વર્ષે રિષભ પંતનું કાર અકસ્માત થયું હતું. જે બાદ ભારતીય ટીમ એક વિકેટ કીપરની શોધમાં હતી. પરંતુ અત્યાર સુધી તે શોધ પૂરી થઈ શકે નથી અને હવે આઈપીએલ 2024માં રિષભ પંતે વાપસી કરી છે અને તે સતત શાનદાર પ્રદર્શન કરતો જોવા મળ્યો છે. જેથી કહી શકાય કે રોહિત શર્મા અને રાહુલ દ્રવિડ માટે આ એક સારા સમાચાર ગણી શકાય છે કારણ કે ટી20 વર્લ્ડ કપમાં તેનો રોલ ખૂબ જ મહત્વનો છે.

રિષભ પંત પોતાના દમ પર મેચ જીતાડવાની ક્ષમતા ધરાવે છે. ડાબા હાથનો આ ખેલાડી વિકેટ કીપિંગમાં પણ મહેર છે. આવી સ્થિતિમાં જો તેને વર્લ્ડ કપમાં સ્થાન મેળવવું હોય તો આઈપીએલમાં સારું પ્રદર્શન કરવું પડશે. આઈપીએલની પ્રથમ બંને મેચોમાં તે કંઈ ખાસ પ્રદર્શન કરી શક્યો ન હતો પરંતુ ચેન્નાઈ સામેની મેચમાં તેણે 32 બોલમાં 51 રન અને કોલકાતા સામેની મેચમાં 25 બોલમાં 55 રન બનાવ્યા હતા. જે બાદ હવે લાગી રહ્યું છે કે તેને ટી20 વર્લ્ડ કપમાં પણ સ્થાન મળી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *