રોહિતે ચિત્તાની ઝડપે ઓલી પોપનો કર્યો કેચ, અશ્વિને એવી રીતે આઉટ કર્યો કે…-જુઓ વિડિયો

રોહિત શર્માની આગેવાની હેઠળ ભારતીય ક્રિકેટ ટીમ હાલમાં ઇંગ્લેન્ડ સામે બીજી ટેસ્ટ મેચ રમી રહી છે. વિશાખાપટ્ટનમ ખાતે રમાઈ રહેલ આ મેચ હવે પૂર્ણ થવાની છે. ભારતીય ટીમે હાલમાં ચોથા દિવસે ઘણી મજબૂત સ્થિતિ બનાવી હોય તેવું પણ કહી શકાય છે. આજે આ મેચ લગભગ પૂર્ણ થઈ જશે તેવું લાગી રહ્યું છે. બીજી તરફ રોહિત શર્માએ હાલમાં એક અન્ય કારનામું પણ કર્યું છે.

બીજી ટેસ્ટ મેચની ટૂંકમાં ચર્ચા કરીએ તો પ્રથમ દાવ બાદ ભારત પાસે 143 રનની મોટી લીડ હતી. ત્યારબાદ ભારતીય ટીમે બીજા દાવમાં 255 રન બનાવ્યા હતા. જેથી ઇંગ્લેન્ડને જીત મેળવવા માટે 399 રનની જરૂર છે. હાલમાં તેઓ બેટિંગ કરતાં જોવા મળ્યા છે. ભારતીય ટીમના ઘણા ખેલાડીઓ ફિલ્ડીંગમાં પણ ધમાલ મચાવી રહ્યા છે. જેમાં રોહિત શર્માએ હાલમાં ચોથા દિવસે એક જબરદસ્ત કેચ કર્યો છે.

ઇંગ્લેન્ડનો સ્ટાર બેટ્સમેન ઓલી પોપ હાલમાં ઘાતક ફોર્મમાં જોવા મળ્યો છે. હાલમાં તે 23 રન પર બેટિંગ કરી રહ્યો હતો પરંતુ અશ્વિને પોતાની જાદુઈ સ્પીનથી તેને આઉટ કર્યો છે. બીજી તરફ પાછળ સ્લીપ પર રહેલ રોહિતે તેનો જબરદસ્ત કેચ પકડ્યો છે. ચિતાની ઝડપે છલાંગ લગાવીને તેણે આ કેચ પકડ્યો છે. જેના કારણે હાલમાં તે સોશિયલ મીડિયામાં ઘણો ચર્ચામાં આવ્યો છે.

રોહિત શર્મા ફરી એક વખત પોતાના કેચના કારણે ચર્ચામાં આવ્યો છે. તેનો આ વિડીયો હાલમાં સોશિયલ મીડિયા પર ઘણો વાયરલ પણ થઈ રહ્યો છે. ચાહકો પણ તેને ઘણી પ્રતિક્રિયા આપે રહ્યા છે. હાલમાં જ આ સમગ્ર મામલો સામે આવ્યો છે તો ચાલો આપણે પણ તેના આ વિડીયો પર એક નજર કરી અને વિડિયો જોઈએ.

જુઓ વિડિયો:-

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *