રોહિતે કર્યો ધડાકો, મેચના 3 કલાક પહેલા જણાવી પ્લેઇંગ 11, જાણો કોને મળશે સ્થાન…

ભારતીય ટીમ આજે ઇંગ્લેન્ડ સામે જબરદસ્ત મેચ રમવાની છે. આ મેચનું આયોજન લખનઉ ખાતે કરવામાં આવ્યું છે. હાલમાં તમામ ખેલાડીઓ લખનઉ ખાતે આવી પહોંચ્યા છે અને પ્રેક્ટિસ કરતા જોવા મળ્યા છે. ભારતીય કેપ્ટન રોહિત શર્મા અને રાહુલ દ્રવિડ હાલમાં તમામ ખેલાડીઓ પર નજર રાખી રહ્યા છે. આ ઉપરાંત એક અન્ય મહત્વના સમાચાર પણ સામે આવ્યા છે.

રોહિત શર્મા પહેલેથી પીચના આધારે ઘણા બદલાવ કરતો જોવા મળ્યો છે. આવનારી મેચમાં હાર્દિક પણ રમવાનો નથી. બીજી તરફ પીચ સ્પીન બોલિંગને આધારિત છે. જેથી ફરી એક વખત કોમ્બિનેશનમાં મોટા બદલાવ આવવાની શક્યતાઓ છે. તો ચાલો આપણે સમગ્ર ટીમ પર એક નજર કરી અને જાણીએ કે ઇંગ્લેન્ડ સામેની મેચમાં કોને કોને સામેલ કરવામાં આવી શકે છે.

સૌપ્રથમ ઓપનિંગ જોડીની વાત કરીએ તો રોહિત શર્મા તેની સાથે ઓપનર તરીકે શુભમન ગિલને સ્થાન આપશે તે નિશ્ચિત છે. આ બંનેની જોડી પહેલેથી સફળ સાબિત થઈ છે. આ ઉપરાંત હાલમાં ઘણા મોટા રેકોર્ડ પણ બનાવી રહી છે. ભારતીય પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી નંબર ત્રણ પર બેટિંગ કરતો જોવા મળશે. તાજેતરમાં તે પણ મોટા સ્કોર બનાવતો નજરે આવ્યો છે.

મધ્યમ ક્રમની વાત કરીએ તો શ્રેયસ ઐયરને નંબર ચાર પર બેટિંગ કરવા માટે સ્થાન આપવામાં આવશે. આ ઉપરાંત કેએલ રાહુલ નંબર પાંચ પર વિકેટકીપર બેટ્સમેન તરીકે બેટિંગ કરશે. હાર્દિક ન હોવાના કારણે વિસ્ફોટક બેટ્સમેન સૂર્યકુમાર યાદવને નંબર છ પર સ્થાન આપવામાં આવશે. ત્યારબાદ રવિન્દ્ર જાડેજા નંબર સાત પર બેટિંગ કરશે. તે આજે ઘણો મહત્વનો રહેશે.

બોલિંગ લાઈનની વાત કરીએ તો કુલદીપ યાદવ અને અશ્વિન બંનેને સામેલ કરવામાં આવશે. આ પીચ સ્પીનને ખૂબ જ અનુકૂળ છે. જેથી આ બદલાવ કરવામાં આવશે. ફાસ્ટ બોલરો તરીકે જસપ્રિત બુમરાહ અને મોહમ્મદ સિરાજને સ્થાન આપવામાં આવશે. આવી સ્થિતિમાં ફરી એક વખત ઘણા ખેલાડીઓને બહાર કરવામાં આવી શકે છે. હાલમાં જ મામલો સામે આવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *