રોહિતે કર્યો ધડાકો, ત્રીજી ટેસ્ટ મેચમાં 2 ઘાતક ખેલાડીઓ કરશે ડેબ્યૂ, જાણો કોણ થશે બહાર…

રોહિત શર્માની આગેવાની હેઠળ ભારતીય ક્રિકેટ ટીમ 15 ફેબ્રુઆરીથી રાજકોટના સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિયેશન સ્ટેડિયમ ખાતે ત્રીજી ટેસ્ટ મેચની શરૂઆત કરવાની છે. હાલમાં ભારત અને ઇંગ્લેન્ડ બંને ટીમોના તમામ ખેલાડીઓ રાજકોટ ખાતે આવી પહોંચ્યા છે અને મેદાન પર પ્રેક્ટિસ શરૂ કરવામાં આવી છે બીજી તરફ રોહિત શર્મા દ્વારા એક મહત્વની જાહેરાત પણ કરવામાં આવી છે.

પ્રથમ બંને ટેસ્ટ મેચોમાં આપણે જોયું હતું કે ભારતીય ટીમની બેટિંગ અને બોલિંગ બંને લાઈનમાં ઘણી નબળાઈ જોવા મળી હતી. ઘણા ખેલાડીઓ ખરાબ ફોર્મમાં જોવા મળ્યા છે. આગામી ત્રીજી અને ચોથી મેચ જીતીને ભારતીય ટીમ આ સિરીઝમાં વિજય મેળવવા ઈચ્છે છે. આવી સ્થિતિમાં રોહિત ફરી એક વખત મોટા બદલાવો સાથે મેદાને ઉતરશે. હાલમાં જ તેણે એક મહત્વનું અપડેટ આપ્યો છે.

છેલ્લા ઘણા સમયથી ખેલાડીઓને કારણે રોહિતને ઘણું નુકસાન થયું હતું. બીજી તરફ ભવિષ્યને ધ્યાનમાં રાખીને નવા ખેલાડીઓને સ્થાન આપવું પણ જરૂરી હતું. આવા કારણોસર તેણે તાજેતરમાં આ 2 ખેલાડીઓને ટીમમાં સામેલ કર્યા છે. તેઓ ત્રીજી ટેસ્ટ મેચમાં ડેબ્યુ પણ કરતા જોવા મળી શકે છે. હાલમાં તેઓને સતત પ્રેક્ટિસ કરવાનું કહ્યું છે. તો ચાલો જાણીએ આ ખેલાડીઓ કોણ કોણ છે.

તમને જણાવી દઈએ કે ભારતીય સ્ટાર બેટ્સમેન સરફરાજ ખાન હવે રમતો જોવા મળી શકે છે. છેલ્લા ઘણા સમયથી ક્રિકેટ વચ્ચે સતત મોટા રેકોર્ડ બનાવતો આવ્યો છે. બીજી તરફ શ્રેયસ ન હોવાના કારણે મેળવી શકે છે. હાલમાં તેને પ્રેક્ટિસ દરમિયાન અલગ-અલગ ખેલાડીઓ સાથે ભાગીદારી કરવાનું કહેવામાં આવી રહ્યું છે. આ પણ એક મહત્વપૂર્ણ બાબત ગણી શકાય છે.

આ ઉપરાંત ભારતીય સ્ટાર વિકેટકીપર બેટ્સમેન ધ્રુવ ઝુરેલને પણ સ્થાન આપવામાં આવી શકે છે. કેએસ ભરતની નિષ્ફળતા બાદ હવે તેને સામેલ કરવામાં આવી શકે છે. તે પણ ઘણું મહત્ત્વનો રહી શકે છે. આ બંને ખેલાડીઓ માટે આ એક સોનેરી તક ગણી શકાય છે. ભારતીય ક્રિકેટ ટીમ ફરી એક વખત યુવા ખેલાડીઓથી ભરેલી જોવા મળશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *