રોહિતે કર્યો દગો, મોહમ્મદ સિરાજને સ્થાન આપવા 9 વિકેટ લેનાર આ ગુજરાતી ખેલાડીને બહાર કરવાની કરી જાહેરાત…

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે તાજેતરમાં બીજી ટેસ્ટ મેચ રમાઈ હતી. આ મેચમાં ભારતીય ટીમના ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કર્યું હતું અને જીત મેળવી છે. આ સાથે જ આ સિરીઝમાં બંને ટીમોએ 1-1ની બરાબરી કરી છે. હવે આગામી ત્રીજી ટેસ્ટ મેચ રાજકોટ ખાતે રમાવાની છે. આ મેચ માટે હાલમાં પ્રેક્ટિસ પણ શરૂ થઈ ચૂકી છે. આ ઉપરાંત હાલમાં બદલાવો વિશે એક સમાચાર સામે આવ્યા છે.

બીજી ટેસ્ટ મેચમાં આપણે જોયું હતું કે ભારતીય ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજ જોવા મળ્યો નહોતો. લાંબા સમયથી રમતો હોવાના કારણે તેને આરામ આપવામાં આવ્યો હતો પરંતુ હવે ત્રીજી ટેસ્ટ મેચમાં તે એન્ટ્રી કરી રહ્યો છે. હાલમાં જ તે ટીમ સાથે જોડાઈ ચૂક્યો છે. આવી સ્થિતિમાં તે રમશે તે પણ નક્કી છે. તેના અવતાની સાથે જ 9 વિકેટ લેનાર આ ગુજરાતી ખેલાડીને બહાર કરવામાં આવશે.

તાજેતરમાં મળેલ રિપોર્ટ અનુસાર મોહમ્મદ સિરાજના આવતાની સાથે જ 9 વિકેટ લેનાર આ ખેલાડીને બહાર કરવામાં આવશે. તેણે એકલા હાથે મેચ જીતાડી હતી પરંતુ તેની ફિટનેસને ધ્યાનમાં રાખવી ખૂબ જરૂરી છે. આવા કારણોસર તેને ત્રીજી મેચમાં ન રમવાનું કહેવામાં આવ્યું છે. હાલમાં જ અપડેટ આવ્યું છે. તો ચાલો આપણે જાણીએ કે આ ગુજરાતી ખેલાડી કોણ છે.

તમને જણાવી દઈએ કે ગુજરાતી સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહને ત્રીજી મેચ માંથી આરામ આપવામાં આવશે. મુખ્ય ફાસ્ટ બોલર તરીકે મોહમ્મદ સિરાજ મહત્વની જવાબદારી નિભાવશે. બીજી મેચમાં મેન ઓફ ધ મેચ બન્યો હતો. તેણે 9 વિકેટ લઈને ગેમ પલટો કર્યો હતો પરંતુ છેલ્લા ઘણા સમયથી ટીમનો ભાગ બન્યો હોવાના કારણે તેને આરામ આપવામાં આવશે તેવું નક્કી થયું છે.

બુમરાહ પહેલા ઘણી વખત સતત રમવાના કારણે ઇજાગ્રસ્ત થયો છે.તેની ફિટનેસ ખૂબ જ અગત્યની છે. આવા કારણોસર ચોથી અને પાંચમી મેચ માટે તેને ત્રીજી મેચ માંથી બહાર કરવામાં આવશે. ટીમમાં હાલમાં એક જ ફાસ્ટ બોલરની જરૂર છે. જેથી સિરાજને સ્થાન આપવામાં આવશે. હવે આવનારી ત્રીજી મેચ ખૂબ જ અગત્ય પૂર્ણ રહેવાની છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *