રોહિત બન્યો ઘમંડી, પોતે ખરાબ ફોર્મમાં છે છતાં પણ આ ખેલાડીને ભુલ ન હોવા છતાં લીધો આડેહાથ…

રોહિત શર્માની આગેવાની હેઠળ ભારતીય ક્રિકેટ ટીમ હાલમાં ઇંગ્લેન્ડ સામે બીજી ટેસ્ટ મેચ રમી રહી છે. આ બીજી ટેસ્ટ મેચના પ્રથમ ત્રણેય દિવસો હાલમાં પૂર્ણ થયા છે. બંને ટીમો હાલમાં રસાકસીની સ્થિતિમાં જોવા મળી છે. આગામી ચોથો અને પાંચમો દિવસ ખૂબ જ અગત્ય પૂર્ણ સાબિત થશે. ત્રણ દિવસ પૂર્ણ થયા બાદ રોહિત શર્માએ એક આકરું નિવેદન પણ આપ્યું છે.

બીજી ટેસ્ટ મેચની વાત કરીએ તો પ્રથમ દાવ પૂર્ણ થયા બાદ ભારત પાસે 143 રનની લીડ હતી. ત્યારબાદ ભારતે 255 રન બનાવ્યા હતા. મેચ જીતવા માટે 399 રનનો ટાર્ગેટ મળ્યો છે. આ મેચમાં ભારતીય કેપ્ટન રોહિત શર્મા બંને દાવમાં નિષ્ફળ રહ્યો હતો. તે છેલ્લાં ઘણા સમયથી ખરાબ ફોર્મમાં છે છતાં પણ તેણે ત્રીજા દિવસ પૂર્ણ થયા બાદ ઇન્ટરવ્યૂ દરમિયાન આ ખેલાડીને આડે હાથ લીધો હતો.

રોહિતે ઇન્ટરવ્યૂ દરમિયાન જણાવ્યું હતું કે ભારતીય ટીમના ઘણા ખેલાડીઓ શાનદાર ફોર્મમાં જોવા મળ્યા હતા પરંતુ આ ખેલાડીએ ફરી એક વખત ખરાબ રમત બતાવી છે. તેના ખરાબ ફોર્મના કારણે મિડલ ઓર્ડરના ખેલાડીઓ પર ઘણી અસર જોવા મળી હતી. તે હાલમાં સતત માથાનો દુખાવો પણ બની રહ્યો છે. તો ચાલો આપણે જાણીએ કે ભારતીય સુપર સ્ટાર ખેલાડી કોણ છે.

તમને જણાવી દઈએ કે રોહિતે તાજેતરમાં શ્રેયસ ઐયરની ખરાબ બેટિંગ વિશે ઘણી વાતો કરી છે. તેણે જણાવ્યું હતું કે આજે બીજા દાવમાં તેણે 29 રન જ બનાવ્યા હતા અને પ્રથમ દાવમાં 27 રન બનાવીને આઉટ થયો હતો. તેની ખરાબ બેટિંગના કારણે ભારતીય ટીમ લથડાતી જોવા મળી છે. પ્રથમ મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. હવે બીજી મેચમાં પણ ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે.

શ્રેયસ ઐયર ઉપરાંત કેએસ ભરત પણ ખરાબ રીતે આઉટ થયો છે. તે બીજા દાવમાં 6 રન અને પ્રથમ દાવમાં 17 રન બનાવીને આઉટ થયો છે. આવી સ્થિતિમાં તે મુશ્કેલી અનુભવતો જોવા મળ્યો છે. ભારતીય ક્રિકેટ ટીમ ફરી એક વખત મુસીબતમાં આવી શકે છે. આ મેચ જીતવી ખૂબ જરૂરી છે. આગામી ચોથો દિવસ ખૂબ જ અગત્યનો સાબિત થવાનો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *